Ambaji 2

Ambaji patotsav: અંબાજીના ગબ્બરની તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરો નું આઠમો પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

Ambaji patotsav: માતાજી ની પાલખી યાત્રાને મંદિરના વહીવટદારે પ્રસ્થાન કરાવી

અંબાજી, 15 ફેબ્રુઆરી: Ambaji patotsav: યાત્રાધામ અંબાજીમાં 2014 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ભારત ભર માંથી અંબાજી આવતા શ્રદ્ધાળુઓ ને એકજ સમય એકજ સ્થળે દેશ- વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ દેવીઓ ના દર્શન થાય તે માટે અંબાજીના ગબ્બરની તળેટીમાં 51 શકિતપીઠનો ના આબેહુબ મંદિરો નું સર્જન કરવામાં આવ્યું હતું અને દર વર્ષ ની જેમ આ વખતે પણ 51 શક્તિપીઠ મંદિરો નું આઠમો પાટોત્સવ (Ambaji patotsav) ની ઉજવણી કરવામાં આવી છે.

Ambaji 1

ત્રીદિવસીય યોજનાર કાર્યક્રમ ને ટૂંકાવી માત્ર એક દિવસ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આજે 15 ફેબ્રુઆરી એ આ મંદિરો ને 8 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ ની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી છે ગબ્બર તળેટી ના સર્કલ થી માતાજી ની પાલખી યાત્રા ને મંદિર ના વહીવટદારે પ્રસ્થાન કરાવી હતી જે પાલખી યાત્રા ગબ્બર તળેટી માં સ્થાપિત 51 શક્તિપીઠો માં માતાજી ના જયઘોષ સાથે ફરી હતી

જેમાં સંસ્ક્રુત પાઠશાળા ના વિધ્યાર્થીઓ, ધાર્મીક ઉત્સવ સેવા સમીતી અંબાજી તથા આનંગ ગરબા મંડળ પમ જોડાયા હતા. અને આ સાથે મંદિર સંકુલ માં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે માતાજી ના નવચંડી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કેટલાક મંદિરો માં પુજારીઓ દ્વારા અન્નકુટ પણ ઘરાવવામાંઆવ્યો હતો અને 51 શક્તિપીઠ મંદિરો ના શિખરે ધજારોહણ કરીને આઠમાં માં પાટોત્સવ ની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Russia vs Ukraine : રશિયન સૈનિકો બેઝકેમ્પ પરત ફરતા વિશ્વજગતે રાહતનો શ્વાસ લીધો

વહીવટદાર રાજેશ ચૌહાણ એ જણાવ્યું હતું કે હાલ કોરોના ની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ને તેવા માં વધુ સંક્ર્મણ ન ફેલાય તે માટે ત્રણ દિવસ ના બદલે એક દિવસ ના પાટોત્સવ નું આયોજન કરાયું છે ને સાથે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ વડાપ્રધાન નરેન્દ્રમોદી ની ઈચ્છા પ્રમાણે ગબ્બર પરિક્રમા કરી 51 શક્તિપીઠો ના દર્શન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Gujarati banner 01