Covid Borsad 2

૧૦૦ બેડ સાથે બોરસદ અંજલી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાઈ:કલેકટર

Covid Borsad 4

હાલમાં ૧૩૦ બેડ સાથે આણંદ જનરલ, પેટલાદ સિવિલ, વાસદ આરોગ્ય કેન્દ્ર કાર્યરત કોરોના સંક્રમણના શંકાસ્પદ કેસો સામે સારવારની પૂરતી વ્યવસ્થા: આર.જી. ગોહિલ, કલેકટર

Covid Borsad

રિપોર્ટ:જિલ્‍લા માહિતી કચેરી, આણંદ
આણંદ: ૧૦-૦૭-૨૦૨૦ આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને આઇ.સી.યુ. અને સામાન્ય સારવારના બેડ સાથે કોરોના સારવાર માટે પણ કાર્યરત કરવામાં આવી છે. સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ, ખાસ ફરજ ઉપરના સચિવ શ્રી સંદીપ કુમાર, કલેકટર શ્રી આર.જી. ગોહીલ અને ડી.ડી.ઓ શ્રી આશિષ કુમારે અંજલી હોસ્પિટલની આજે મુલાકાત લઈ કાર્યરત કરી હતી.

Covid Borsad 6 2


જિલ્લા કલેકટર શ્રી આર.જી.ગોહિલે જિલ્લામાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં ઉભી થનાર સ્થિતિ સામે પર્યાપ્ત આરોગ્ય સુવિધાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઉભી થતી સ્થિતિને ધ્યાને રાખીને બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને ડેજીકનેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ આધુનિક અને સગવડ સુવિધા વાળી અંજલી હોસ્પિટલમાં ૧૦૦બેડની વ્યવસ્થા છે જે પૈકી ૭૦ બેડ o2 સુવીધા વાળા છે તે પૈકી ૩૫ બેડ આઇ. સી.યુ.
સગવડ વાળા છે. કલેકટરશ્રીએ ઉમેર્યું કે, આ ઉપરાંત આણંદમાં બીજા ૧૩૦ બેડ આણંદ જનરલ હોસ્પિટલ, વાસદ આરોગ્ય કેન્દ્ર અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખંભાત અને કૃષ્ણ હોસ્પિટલ પણ પહેલેથી કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે જ ત્યારે આ વધુ વ્યવસ્થા કરવામાં આવી છે.
જેથી કોરોના સંક્રમણના, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓની સારવાર અને સ્વસ્થ થવામાં આ સુવિધા યુક્ત વ્યવસ્થા મદદ રુપ થશે.

Covid Borsad 3


આ પ્રસંગે આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી. છારી અને તાલીમી આઈ.એસ. ઓફિસર શ્રી સચિનકુમાર અને અંજલિ હોસ્પિટલના ડૉ. પાર્થ, નોડલ ઓફિસર ડૉ. મેંગર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Covid Borsad 5 1