Brijesh kumar merja

Brijesh kumar merja statement: ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે: શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજા

Brijesh kumar merja statement: ગાંધીનગરના કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા શ્રમ-રોજગાર મંત્રી

ગાંધીનગર, 22 ઓક્ટોબર: Brijesh kumar merja statement: શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજાએ આજે ધનતેરસના પાવન દિવસે ગાંધીનગરના સેક્ટર ૬માં આવેલ કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા કહ્યું કે ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.

Brijesh kumar merja 1

મંત્રી મેરજાએ કહ્યું કે, રાજ્યના શ્રમયોગીઓના આર્થિક-સામાજિક ઉત્થાન માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી રાજ્ય સરકારની અનેક જનહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકાર હર હંમેશ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા એવા શ્રમિક ભાઈ-બહેનોની પડખે રહી છે અને રહેશે.

મેરજાએ ઉમેર્યું કે શ્રમયોગીઓને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, મરચા અને ગોળ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 22 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.

આ પણ વાંચો: IND VS PAK match: સારા સમાચાર! જાણો ભારત-PAK મેચ દરમિયાન કેટલો વરસાદ થવાની સંભાવના…

Gujarati banner 01