Knight BorisJohnsonICU edited

બ્રિટનઃ કોરોનાના નવા સ્ટ્રેનનું સંકટ વધતા બોરિસ જોનસને જાહેર કર્યુ લોકડાઉન, સાથે આપી ગાઇડલાઇન

Knight BorisJohnsonICU edited

નવી દિલ્હી,05 જાન્યુઆરીઃ હજી, તો માંડ માંડ કોરોનાના કહેરના વાદળ ઓછા થતા જણાતા હતા તેવામાં ફરી વાર સંકટ આવેલુ જણાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા સંકટ વચ્ચે ફરી વાર લોકડાઉનનું એલાન કર્યું છે. બોરિસ જોનસને કહ્યું કે, કોરોના સામે લડવા માટે ઓછામાં ઓછા ફેબ્રુઆરી સુધી નવું નેશનલ લોકડાઉન લગાડાયું છે. જેથી નવા સ્ટ્રેનને રોકી શકાય.

સોમવારે રાત્રે બોરિસ જોનસને દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, હાલ દેશનો કઠિન સમય ચાલી રહ્યો છે. દેશના દરેક ભાગમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હાલ બ્રિટનનાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બંધ રહેશે. તેમજ ક્લાસિસ ઓનલાઈન ચાલુ રહેશે. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી સુધી કેમ્પસમાં નહીં આવી શકે. લોકડાઉન દરમ્યાન લોકોએ ઘરમાં રહેવું પડશે માત્ર જરૂરી કામ માટે જ બહાર નિકળવાની પરવાનગી મળશે.

whatsapp banner 1

લોકડાઉન દરમ્યાન બિનજરૂરી દુકાનો અને હેયરડ્રેસર જેવી સર્વિસ બંધ રહેશે. જણાવી દઈએ કે, સોમવાર સુધીમાં ઈંગલેન્ડના હોસ્પિટલમાં 26,626 દર્દીઓ હતા. જેમાં ગત સપ્તાહની તુલનામાં 30 % વધારો થયો છે. આ વાતાવરણમાં તે પ્રથમ તરંગના ઉચ્ચતમ સ્તર કરતા 40 % વધારે છે.

whatsapp banner 1

વધુમાં બોરિસ જોનસને કહ્યું કે, જેવી રીતે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તે પરથી કહી શકાય કે આપણે વધુ મહેનત કરવાની જરૂર પડશે. બ્રિટનમાં આપણે એક નેશનલ લોકડાઉનમાં કરવું જોઈએ. કારણ કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે આ પગલું બરાબર છે. મતલબ કે, સરકાર એક વખત ફરી આપને ઘરમાં રહેવા માટે નિર્દેશ આપે છે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે, હાલ લોકો પોતાના જરૂરી કામને લીધે બહાર નીકળી શકે છે. જો ઘરે કામ ન કરી શકતા હોય તો પોતાના કાર્યાલયે જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસને આકરા પ્રતિબંધના આકરા સંકેત આપી દીધા હતા. પીએમ જોનસને સોમવારે જ કોરોનાને રોકવા માટેની પ્રતિબંધોની રૂપરેખા તૈયાર કરી હતી.

આ પણ વાંચો…

પાછીપાની નહીં કરીએ, સરકાર કોઇ વિકલ્પ આપે તો તેને પણ નહીં સ્વિકારીએઃ ખેડૂત નેતાઓ