BSF team infiltrates Pakistan

BSF team infiltrates Pakistan: BSF ની ટીમે હરામીનાળામાં માછીમારી કરવા ઘુસતા 10 પાક બોટ સાથે 4 પાકિસ્તાની માછીમારને ઝડપ્યા- વાંચો વિગત

BSF team infiltrates Pakistan: વહેલી સવારે હરામી નાળા વિસ્તારમાંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 4 પાકિસ્તાની માછીમારો પકડાયા

ભૂજ, 07 જુલાઇઃBSF team infiltrates Pakistan: ભૂજની BSF ની ટીમે હરામી નાળામાંથી પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો. હરામીનાળામાં માછીમારી કરવા ઘુસતા 4 પાકિસ્તાની માછીમાર પકડાયા છે. 10 પાકિસ્તાની બોટ પણ ઝડપાઈ છે. જેની હવે વધુ તપાસ કરાશે. 

7 જુલાઈ 2022 ના રોજ, વહેલી સવારે હરામી નાળા વિસ્તારમાંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 4 પાકિસ્તાની માછીમારો પકડાયા છે. BSF ભૂજેની વિશેષ અમ્બુશ દળે તેઓને પકડ્યા હતા. સાથે જ 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી. ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલા ભારત-પાક સરહદ નજીકના હરામીનાળા વિસ્તારમાં અમ્બુશ ટીમે દરિયામાં હિલચાલ જોઈ હતી, જેના બાદ તેમણે તાત્કાલિક આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બાદમાં સર્ચ ઓપરેશન શરૂ કરીને માછીમારો અને બોટને પકડ્યા હતા.

આ પણ વાંચોઃ CM bhagwant mann wedding: પંજાબના મુખ્યમંત્રી 48 વર્ષીય ભગવંત માન આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેમની દુલ્હન

જપ્ત કરાયેલા માછીમારો અને બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી. આમ વહેલી સવારે પિલર નંબર 1165 / 1166 પાસે બીએસએફએ વહેલી સવારે ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું. પાકિસ્તાની બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, પરંતુ વધુ સઘન તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Aadhaar Card Expiry Rule: આધાર કાર્ડ કેટલા દિવસ રહે છે વેલિડ? જાણો Expiry ને લઈને UIDAI ના આ ખાસ નિયમ વિશે

Gujarati banner 01