329f0b62 5b1d 47ae 8361 1d986b1e948e

CA killed his wife: ડીસાના જાણીતા CA લલિત માળીએ 2 લાખમાં પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી, કોર્ટે લલિતના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

CA killed his wife: CA ગુન્હો કર્યા બાદ ડીસાના જાણીતા એડવોકેટ પાસે મદદે ગયો હોવાની વાતો વહેતી થઈ, ડવોકેટ એ પોલીસ નો વહીવટ કરવો પડશે તેવું કહી રૂ 20 લાખ લીધા હોવાની ચર્ચાઓ..

79356614 b654 4123 8140 9e030e33716d edited

અહેવાલઃ ભરત સુંદેશા,બનાસકાંઠા

ડીસા,06 ફેબ્રુઆરીઃ બનાસકાંઠાના ડીસા માં એક CA (CA killed his wife) એ પોતાની પત્ની ને અકસ્માત માં ટક્કર મારી મારી નાખવાની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે.CA ની પોલીસ એ ધરપકડ કરી છે જયારે અકસ્માત કરવા મિત્રને રૂપિયા આપ્યા હોવાનું તપાસ બહાર આવ્યું છે.જોકે હત્યા પત્ની ગમતી ન હોઈ અને રૂ 60 લાખનો વીમો પાસ કરાવવા કરી હોવાની કબૂલાત CA એ દ્વારા કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા ના ડીસા ના જાણીતા CA લલિત માળી ના લગ્ન દક્ષાબેન સાથે દશ વર્ષ અગાઉ થયા હતા લગ્નજીવન દરમ્યાન એક પાંચ વર્ષનો પુત્ર અને એક તેર માસની પુત્રી અવતરેલ અને બન્ને પરિવાર સાથે ડીસા ના ક્રિષ્ના બેંગ્લોઝ માં રહેતા હતા.જોકે CA લલિત માળી ને પોતાની પત્ની ગમતી ન હોઈ અવારનવાર બન્ને વચ્ચે જગડા થતા હતા અને તું ગમતી ન હોઈ પિયર જતી રહે તેવું કહેવામાં આવતું હતું પંરતુ દક્ષા બેન બાળકોનું વિચારી પિયર જવા તૈયાર ન હતી જેથી CA લલિત માળી એ પત્ની નું કાટો કાઢી નાખવા તેના મિત્ર કીર્તિ માળી ને વાત કરી હતી અને આયોજન કરી પત્ની દક્ષાબેન ને મોત ને ઘાટ ઉતારતા પહેલા પૈસા ભેગા કરવા પ્લાન બનાવી પહેલા LIC માંથી રૂ 60 લાખનો વીમો લીધેલ બાદમાં 17 લાખની કિંમતની ક્રેટા ગાડી દક્ષાબેન ના નામે લાવી હતી અને ક્રિષ્ના બેંગ્લોઝ માં લીધેલ મકાનની લોન માટે પણ દક્ષાબેન ના નામે કાગળો કર્યા હતા અને બાદમાં પ્લાન મુજબ 26 ડીસેમ્બર ના રોજ વહેલી સવારે ગેળા હનુમાનજી ના દર્શન કરવા પગપાળા નીકળેલ હતા અને કાપરા ગામ પાસે CA લલિત માળી પત્ની ને આગળ ચાલવા દઈ પોતે પાછળ રહ્યા હતા અને જે સમયે આયોજન મુજબ સ્વીફ્ટ ગાડી આવી દક્ષાબેન ને ટક્કર મારેલ જેથી દક્ષાબેન નું ઘટનાસ્થળે મોત થયું હતું.

329f0b62 5b1d 47ae 8361 1d986b1e948e edited

જોકે ભીલડી પોલીસ એ પ્રથમ અકસ્માત નો ગુન્હો નોંધી વધુ તપાસ કરતા અને શંકાઓ જતા ભીલડી પી એસ આઈ આશાબેન શાહ એ ઊંડી તપાસ કરતા કોલ ડિટેલ માં વહેલી સવારે થયેલ ફોન બાબતે કડક પૂછપરછ કરતા CA લલિત માળી ભાગી પડ્યો હતો અને પોતે રૂ 2 લાખ મિત્ર કીર્તિ માળી ને આપી ટક્કર મારવા કહ્યું હતું અને કીર્તિ એ પણ અન્ય વ્યક્તિ ને તૈયાર કરી સ્વીફ્ટ ગાડી થી ટક્કર મરાવી હોવાની આરોપી CA એ કબૂલાત કરી હતી જેથી ભીલડી પોલીસ એ આરોપી CA લલિત માળી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બાબતે ડી વાય એસ પી પી એચ ચૌધરી એ જણાવ્યું હતું કે પત્ની ગમતી ન હોઈ અકસ્માત કરી ને મરાવી દીધી હતી અને જે પેટે આરોપી CA લલિત માળી એ રૂ બે લાખ આપ્યા હતા સાથે વીમા ના પૈસા પણ મળી જાય તેવો પ્લાન ઘડ્યો હતો.

  • CA લલીત માળીના કરતૂતો થયા પર્દાફાશ.
  • CA લલિત માળી એ પત્ની ને મારવા અને પ્રેમિકા ને પામવા ઘડ્યો હતો અકસ્માત નો પ્લાન..
  • મિત્ર ને રૂ 2 લાખ આપી અકસ્માત કરાવી પત્ની ને મરાવી દીધી..
  • પત્ની ને મોત ને ઘાટ ઉતારતા પહેલા લીધો રૂ 60 લાખનો વીમો..
  • પત્ની ને મોત ને ઘાટ ઉતારતા પહેલા લીધી પત્ની ના નામે ક્રેટા ગાડી..
  • પત્ની ને મોત ને ઘાટ ઉતારતા પહેલા પત્ની ના નામે મકાનની લોન કરાવી.
  • ટક્કર મારનાર મિત્ર એ અકસ્માત બાદ દોડી આવી લાશ ને પીએમ સુધી લઈ જવા મદદ કરી..
  • ભીલડી પોલીસ માં અકસ્માત નો ગુન્હો દાખલ કરાવવા આરોપી મિત્ર સાથે ગયો..
  • CA ગુન્હો કર્યા બાદ ડીસાના જાણીતા એડવોકેટ પાસે મદદે ગયો હોવાની વાતો વહેતી થઈ..
  • એડવોકેટ એ પોલીસ નો વહીવટ કરવો પડશે તેવું કહી રૂ 20 લાખ લીધા હોવાની ચર્ચાઓ..
  • CA ની પ્રેમિકા ને લઈને ચર્ચાઓ..
  • CA ની પ્રેમિકા કોઈ સરકારી કર્મચારી હોવાની ચર્ચા..
  • CA પ્રેમિકા ને પામવા પત્ની ની હત્યા કરાઈ હોવાની ચર્ચા..
  • પોલીસ CA ની પ્રેમિકા સુધી પહોંચશે કે કેમ તેને લઈને ચર્ચા..

અકસ્માત બાદ CA લાલિત માળી કોઈને શક ન જાય તે માટે મૃતક પત્ની દક્ષાબેન ની આંખો નું ચક્ષુદાન પણ કર્યું હતું અને સમાજ ની ગૌશાળા ,શિક્ષણ માં દાન આપી પોતાના પર શક ને કરે તેવું કર્યું હતું પરંતુ આખરે એકમાસ બાદ સમગ્ર ભાંડી ફૂટતા CA ની કરતૂતો પકડાઈ જવા પામી છે.જોકે હાલ પોલીસ અન્ય આરોપીઓ અને સ્વીફ્ટ ગાડી ની શોધખોળ હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj

બોક્સ…ભીલડી પોલીસ આરોપી લલિત માળી ની વધુ પૂછપરછ અને અકસ્માત કરનાર ગાડી તેમજ અન્ય કેટલા આરોપી સામેલ હતા સાથે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે લાખણી કોર્ટ માં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી ત્યારે કોર્ટ એ છ દિવસના ડિમાન્ડ મંજુર કર્યા હતા જોકે રિમાન્ડ દરમ્યાન અનેક નવા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો..

એક વ્યક્તિએ Facebook Postમાં લખ્યું, જો તેને પાંચ કરોડ રુપિયા મળે તો તે વડાપ્રધાનનું મર્ડર કરશે! આરોપી વિરુદ્ધ કેસ દાખલ