fixeddeposit 94 1597853363 edited 1

ઇન્વેસ્ટ કરતા પહેલા જાણો કોણ આપે છે ફિક્સ ડિપોઝિટ(fixed deposit) પર સૌથી વધારે વ્યાજ?

fixeddeposit 94 1597853363 edited 1

બિઝનેસ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ આજકાલ બેન્કોની ફિક્સ ડિપોઝિટ(fixed deposit) સ્કીમ પર ઘણું ઓછું વ્યાજ મળી રહ્યું છે. પહેલા સારા લાભ માટે લોકો બેંકોમાં FD સ્કીમમાં રોકાણ કરાવતા હતા. પરંતુ એમાં રિટર્ન ઘણું ઓછું થઇ ગયું છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવા પર વધુ લાભ મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસની FD સ્કીમને ટાઈમ ડિપોઝિટ સ્કીમ કહેવામાં આવે છે. જાણો આ સ્કીમમાં રોકાણ કરવા પર બેન્કની તુલનામાં કેટલો વધુ લાભ મળે છે.

બેંકોમાં 7 દિવસથી લઇ 10 વર્ષ માટે FD કરાવી શકાય છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 1 વર્ષથી 5 વર્ષનો ઓપ્શન મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ગેરેન્ટી સાથે રિટર્ન મળે છે.

ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસની કોઈ પણ બચત યોજનામાં રોકાણ કરવા પર સરકારની સોવરેન ગેરંટી મળે છે. SBIમાં FD પર 8 જાન્યુઆરીથી વ્યાજની નવી દર લાગુ થઇ છે જે મુજબ એસબીઆઇ 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનાર FD સ્કીમમાં 2.9% દરથી વ્યાજ મળે છે. આ FDમાં નાની બચત કરવા વાળાને કોઈ ખાસ લાભ મળતો નથી.

Whatsapp Join Banner Guj

સ્ટેટ બેન્ક 46 દિવસથી 176 દિવસ વચ્ચે મેચ્યોર થનાર એફડી(fixed deposit)સ્કીમમાં 3.9%, 180થી 210 દિવસમાં મેચ્યોર થનાર સ્કીમ પર 4.4% અને 211 દિવસથી 1 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર 4.4% વ્યાજ મળી રહ્યું છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં વ્યાજ દર વધુ છે.

સ્ટેટ બેન્ક 2 વર્ષે મેચ્યોર થનાર એફડી(fixed deposit) પર 5% વ્યાજ આપી રહી છે, ત્યારે 2 થી 3 વર્ષ પર 5.10% અને 3થી 5 વર્ષના મિડ ટર્મ એફડી પર 5.30% વ્યાજ મળી રહ્યું છે. 5થી 10 વર્ષની લોન્ગ ટર્મ એફડી પર બેન્ક 5.40% વ્યાજ આપી રહી છે. માત્ર સિનિયર સિટીઝન્સને તમામ પ્રકરની એફડી પર 50 બેસિસ પોઇન્ટ વધુ મળી રહ્યા છે.

પોસ્ટ ઓફિસથી ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 1 વર્ષથી લઇ 5 વર્ષ માટે પૈસા જમા કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષના સમયગાળા માટે ટાઈમ ડિપોઝિટ પર 5.5% વ્યાજ મળી રહ્યું છે.

Whatsapp Join Banner Guj

પોસ્ટ ઓફિસમાં પોસ્ટ 5 વર્ષ માટે મેચ્યોર થનાર વાળી ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં વ્યાજની દર 6.7% છે. એટલું વધુ વ્યાજ ફિક્સડ ડિપોઝીટ સ્કીમથી મળવા વાળા વ્યાજના દર 1 જાન્યુઆરી 2021થી લાગુ છે.

આ પણ વાંચો…

CA killed his wife: ડીસાના જાણીતા CA લલિત માળીએ 2 લાખમાં પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી, કોર્ટે લલિતના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા