CM for a day

CM for a day: એક દિન કા સીએમ – છ ઈન્ટરવ્યૂ રાઉન્ડ પાર કર્યા બાદ અમદાવાદના આ વિદ્યાર્થીને સીએમ બનવાનો મળ્યો મોકો

CM for a day: વિપક્ષ નેતા તરીકે ગૌતમ દવેની, વિધાનસભા અધ્યક્ષ તરીકે મિશ્રી શાહની પસંદગીમાં પણ ઈન્ટરવ્યૂ થયા હતા.

ગાંધીનગર, 21 જુલાઇઃ CM for a day: આજે યુવા વિઘાનસભા સત્રની અંદર અમદાવાદના રોહન રાવલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ એક દિવસના મુખ્યમંત્રી બનાવા માટે પણ રોહને 6 રાઉન્ડ પાર કરવા પડ્યા હતા. 2 મહિના સુધી ઈન્ટરવ્યૂ તમામ ધારાસભ્યો બનવા માટે વિદ્યાર્થીઓના ચાલ્યા હતા.

તેમાં પણ ફક્ત મુખ્યમંત્રીની પસંદગી માટે વાત કરવામાં આવે તો છ પ્રકારના અલગ અલગ ઈન્ટરવ્યૂ રાઉન્ડ કરવામાં આવ્યા હતા. સીએમ તરીકે પ્રાઈવેટ સ્કૂલ ઝાયડસના ધોરણ 12ના વિદ્યાર્થી અમદાવાદનો રોહન રાવલનું સૌથી મોટું પદ છે જેથી બારીકાઈથી ઈન્ટરવ્યૂ લેવાયું હતું. ત્યાર પછી જ તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 5G will be launched in the India: ગુજરાતના આ શહેરથી દેશમાં 5Gની શરૂ થશે, વાંચો વિગત

વિપક્ષ નેતા તરીકે ગૌતમ દવેની, વિધાનસભા અધ્યક્ષ તરીકે મિશ્રી શાહની પસંદગીમાં પણ ઈન્ટરવ્યૂ થયા હતા. આજે વિધાનસભા શરુ થતાની સાથે જ રોહનની રાબેતા મુજબની કાર્યવાહી પણ મોક વિધાનસભામાં જોવા મળી હતી.  

ખાસ કરીને આજની વિધાનસભામાં ગુજરાતના તમામ રીજનમાંથી તેમજ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 63, રાજકોટના 39, ગાંધીનગરના 21, સૂરતના 16, વડોદરાના 14, કચ્છના 10 અને અમરેલીના 7 તેમજ ગોંડલના 5, જામનગરના 4 એમ વિવિધ વિસ્તારોના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 10 lakh vacancies in central government department: કેન્દ્ર સરકારના વિભાગોમાં 10 લાખ જગ્યા ખાલી પડી, દોઢ વર્ષમાં ભરતી થશે

Gujarati banner 01