CM Singapur Meeting

CM Singapur Meeting: સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કોન્‍ક્લેવનું આયોજન

CM Singapur Meeting: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-સિંગાપોર નેચરલ પાર્ટનરના રૂપમાં ઊભરી રહ્યા છે: ભૂપેન્‍દ્ર પટેલ

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ CM Singapur Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત-સિંગાપોર નેચરલ પાર્ટનર તરીકે ઉભરી રહ્યા છે. એટલું જ નહીં, ભારત-ગુજરાત-સિંગાપોરના પરસ્પરના વેપાર-ઉદ્યોગોના સંબંધો પણ વધુ સુદ્રઢ અને સહયોગપૂર્ણ બન્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પ્રમોશન માટે સિંગાપોરમાં સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ઇન્વેસ્ટમેન્ટ કોન્‍ક્લેવમાં સંબોધન કર્યું હતું. તેમણે ભારત આજે નવી સ્પીડ અને નવા સ્કેલ પર વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં પ્રગતિ કરી રહ્યું છે તેમાં ગુજરાત પણ વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે જે ભૂમિકા નિભાવે છે તેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્‍ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા ઇનિશ્યેટીવ્ઝ વડાપ્રધાન નરેન્દ્રભાઈના દૂરદર્શી નેતૃત્વમાં લઈને ભારત વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યું છે. દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવાના પ્રધાનમંત્રીના લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાત પોતાનું અગ્રિમ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સિંગાપોર વિશ્વ માટે ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝનું મહત્વનું કેન્દ્ર છે તેમ ગુજરાત પણ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટસિટીના માધ્યમથી અનેક ગ્લોબલ કંપનીઝ માટે ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ અને વેપાર-કારોબારનું કેન્દ્ર બન્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીમાં શરૂ થયેલા સિંગાપોર સ્ટોક એક્સચેન્જ તથા સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બીટ્રેશન સેન્ટરની IFSCમાં ઓફિસ ઓપરેશનલ છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, ફિનટેકની શક્તિ અને ડિજિટલ કનેક્ટિવિટીની પહોંચ સાથે આપણે એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં ફિનટેક સેક્ટર્સમાં ઘણી મોટી કંપનીઝ કાર્યરત થઈ છે અને ભારત-સિંગાપોર-ગુજરાત આ દિશામાં એક મજબૂત પાર્ટનર બની શકે તેમ છે.

તેમણે ફિનટેક ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઈ-મોબિલિટી જેવા ઉભરતા સેક્ટર્સમાં પણ ગુજરાત વાઇબ્રન્‍ટ સમિટના માધ્યમથી હબ બનવાની નેમ રાખે છે તેની છણાવટ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉભરતાં સેક્ટર્સ સાથોસાથ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટૅક સિટી અને ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ધોલેરા SIR પણ સ્ટ્રેટેજીક લોકેશન્‍સ બની રહ્યા છે તેમ જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર પોલીસી સહિત પોલીસી ડ્રીવન સ્ટેટ અને પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે નવા યુગના પોટેન્શિયલ સેક્ટર્સનાં રોકાણો પ્રમોટ કરવા દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાઇ રહી છે તેની વિગતો આપી હતી. તેમણે સિંગાપોરના વેપાર-ઉદ્યોગકારો-રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં જોડાવાનું ઇજન પણ પાઠવ્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ સાથોસાથ ગુડ ગવર્નન્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને કારણે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ આજે થોટ લીડર્સ અને બિઝનેસ કોમ્યુનિટી માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની છે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રારંભમાં સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન નીલ પારેખે કોન્‍ક્લેવની ભૂમિકા આપી સૌને આવકાર્યા હતા. આ કોન્‍ક્લેવમાં સિંગાપોરમાં વસતા અગ્રણી ભારતીય ઉદ્યોગ-વેપારકારો, આમંત્રિતો અને પદાધિકારીઓ સહભાગી થયા હતા.

આ પણ વાંચો… Vibrant Gujarat-2024: વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત ‘એનર્જી ટ્રાન્ઝિશન ઈન ઇન્ડિયા-રોડ ટ્રાવેલ્ડ એન્ડ અપર્ચ્યુનિટી અહેડ’ વિષયક કોન્ફરન્સનો શુભારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો