PM Modi 2309 edited

વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદનાઃ મૃતક શ્રમજીવીઓના પરિજનોને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયતા

PM Modi 2309 edited

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ સુરત શહેરના કીમ પાસે થયેલા ગોઝારા અકસ્માત પ્રત્યે વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદના વ્યકત કરાઇ છે. ટ્વીટ કરીને આ કરૂણ અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમજીવીઓને શ્રદ્ધાંજલિ અપાઇ છે. આ સાથે પીએમઓ કાર્યાલય તરફથી મૃતકોના પરિજનોને બે લાખની સહાયની જાહેરાત કરાઇ છે તો ઇજાગ્રસ્તોને પચાસ હજારના સહાયની પણ ટ્વીટર થકી જાહેરાત કરાઇ છે.

Whatsapp Join Banner Guj

સુરતમાં ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળ્યું હતું. આંક્રદ અને કારમી ચીસોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. અને 12 લોકોના તો ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકો ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ શ્રમજીવીનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યા હતા. કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો હતો.

GEL ADVT Banner

આ પણ વાંચો…
સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂંક, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય