કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ,13 એપ્રિલ: કોરોના(Corona)ના સતત વધતા જતા ભરડા વચ્ચે હવે અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહમાં નવી પળોજણ ઉભી થઇ છે. કોરોના મહામારી વચ્ચે મૃતકોની વધતી જતી સંખ્યાના કારણે હવે સ્મશાન ગૃહમાં સીએનજી ભઠ્ઠીઓને મેન્ટેન કરવાનો પડકાર વહીવટી તંત્ર સમક્ષ ઉભો થયો છે. રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણના વધતા જતા કેસની સાથે સાથે મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે.અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહોમાં તો હવે નવી સમસ્યા ઉભી થઇ છે.શબ વાહિનીની અછત વચ્ચે હવે સ્મશાન ગૃહો સ્થિત સીએનજી ભઠ્ઠીઓને મેન્ટેન કરવાનો નવો પડકાર વહીવટીતંત્ર સમક્ષ ઉભો થયો છે.અમદાવાદ અને સૂરતના અમુક સ્મશાન ગૃહમાં તો લોખંડની બનેલી ભઠ્ઠીઓ પીગળી રહી છે અથવા તો તેમાં તિરાડ પડી રહી છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદના ચામુંડા સ્થિત પોટલીયા સ્મશાનના એક કર્મચારીએ કહ્યું હતું કે સીએનજી આધારિત ભઠ્ઠીઓ અંતિમ સંસ્કાર માટે ૨૪ કલાક ચાલુ છે જેથી તેને મેન્ટેન કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. સ્મશાન ગૃહનું સંચાલન કરતા કર્મચારીએ કહ્યું હતું કે ગત વર્ષે કોરોના વાયરસના પ્રારંભ વખતે પ્રતિ દિન ૨૦ જેટલા શબ અંતિમ સંસ્કાર માટે આવતા હતા પરંતુ અત્યારના માહોલમાં આ સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.છેલ્લાં એક સપ્તાહ દરમિયાન રોજ અંદાજે ૭૦થી ૭૫ શબના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે.સ્મશાનગૃહમાં બધી ભઠ્ઠીઓ ૨૪ કલાક ચાલી રહી છે અને તાપમાન ૬૦૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પોહચી જાય છે.જેના કારણે લોખંડની બનેલી ભઠ્ઠીઓ અને ચીમની પણ પીગળી રહી છે અને ગરમીના કારણે તિરાડ પણ પડી રહી છે.

ADVT Dental Titanium

સીએનજી ભઠ્ઠીઓના મેન્ટેન કરવાની સમસ્યાના કારણે શબના અંતિમ સંસ્કાર માટે લાકડાઓની ચિતા વધારવાનો નિર્ણય પણ કર્યો છે.
દરમિયાન કોરોનાનાથી મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કારતો સીએનજી ભઠ્ઠીઓમાં કરવામાં આવે છે પરંતુ અન્ય કોઈ બીમારી(Corona) કે પછી કુદરતી રીતે મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કાર સીએનજીના બદલે લાકડાની ચિતા પર જ કરવાનો પરિવારજનો હવે આગ્રહ રાખી રહ્યા છે. જેના કારણે લાકડાઓની ચિતા પણ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો…..

ઉદ્ધવ સરકાર(uddhav government) લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં કોરોનાને રોકવા કાલથી નવા નિયમ લાગૂ- વાંચો સંપૂર્ણ અહેવાલ