કોરોનાથી દર્દીનું મોત(corona patient death) થતાં નશાની હાલતમાં પરિજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ- વાંચો શું હતો મામલો

અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત(corona patient death) નિપજતા પરિવારજનોએ ભારે તોડફોડ કરી લાકડી લઇ હોસ્પિટલના સ્ટાફ સાથે મારા મારી કરતા ભારે હડકંપ મચી ગયો હતો. પોતાના સ્વજનના મૃત્યુના સમાચાર જાણીને મૃતકના સગાઓએ સોલા સિવીલ હોસ્પિટલના સ્ટાફ સાથે બેહુદુ વર્તન કર્યુ હતું. મૃતકના સગાઓએ, લાકડી સહીતના સાધનોથી સોલા સિવીલ હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલ કોવીડ વોર્ડમાં તોડફોડ શરૂ કરી હતી. સાથોસાથ સોલા સિવીલ હોસ્પિટલના સ્ટાફને પણ માર માર્યો હતો. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલ ખાતે રહેતા સોલા સિવિલના ઇન્ચાર્જ પ્રદિપકુમાર પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના સમયે એક વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. જેમાં નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, એક કોરોના દર્દીનું મોત(corona patient death) થતાં સગા વાહલાઓ ઝઘડો કરી ગાળાગાળી કરી તોડફોડ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ હોસ્પિટલ જવા રવાના થયા હતા.

Whatsapp Join Banner Guj

હોસ્પિટલના ઇન્ચાર્જે સ્ટાફને પૂછતા જાણવ મળ્યું હતું કે, ગત રોજ 8 તારીખે દર્દી રીનાબેન શ્યામસિંહ યાદવ કોરોના પોઝિટિવ આવતા શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે તેમણી તબિયત વધુ લથડતા દર્દીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમનો ફોન લાગ્યો ન હતા. ત્યારબાદ બીજા દિવસે દર્દીના સગાઓ હોસ્પિટલ આવી જેમ ફાવે તેમ ગાળો બોલી કોણ છે ડોક્ટર મારી માને મારી નાખી તેમ કહી તોડફોડ કરવા લાગ્યા હતા. લાકડી લઇને આવતા હોસ્પિટલનો સ્ટાફ એક રૂમમાં પુરાઈ ગયો હતો.

હોસ્પિટલ સ્ટાફનું કહેવુ છે કે, તોડફોડ તેમજ મારામારી કરતા દર્દીના સગાઓ દારુ પિધેલો હતો. આવા સમયે સિક્યોરિટી સ્ટાફે રોકવાનો પ્રયાસ કરતા તેમણી સાથે મારા મારી કરી હતી. ડરના મારે હોસ્પિટલનો સ્ટાફ રૂમાં પૂરાઇ ગયો હતો. તો બીજી તરફ દર્દીના સગાઓ ભારે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.

ADVT Dental Titanium

આ અંગે હોસ્પિટલના ઇન્ચાર્જે થલતેજમાં રહેતા ઉદય શામસિંગ ઠાકોર, સાગર શામસિંગ ઠાકોર, અને જીતેન્દ્ર જયમીન ઠાકારો સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આરોપીઓએ હોસ્પિટલમા તોડફોડ કરતા 70 હજારથી વધુનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ પણ વાંચો…

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી