Corona Update: રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચ્યો,જ્યારે મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો- વાંચો વિગતે માહિતી

Corona

ગાંધીનગર, 21 માર્ચઃ આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Update) નોંધાયા હતા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112 અને રાજકોટ કોર્પોરેશનમાં 109 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1  અને વડોદરામાં 1 એમ કુલ 7 વ્યક્તિના મોત થયા છે.

ADVT Dental Titanium

જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,75,238 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો છે.રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં કોવિડ-19 ના 1580 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 989 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 95.90 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,75,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7321 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 7250 લોકો સ્ટેબલ છે. 2,75,238 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,450 લોકોનાં મોત નિપજ્યા છે.

આ પણ વાંચો…

કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ