941413 covid 19 vaccine e1623415042928

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન(Corona vaccine)નો પહેલો ડોઝ અપાયો, બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે!

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા શિક્ષકો સહીતના કુલ ૪૨૫૬ લોકોના સ્ટાફે કોરોના વેકિસન(Corona vaccine)નો પહેલો ડોઝ લઈ વેકિસનેશનની બાબતમાં સો ટકાનો લક્ષ્યાંક પુરો કર્યો

941413 covid 19 vaccine

અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૬ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વેકિસન(Corona vaccine) આપવામાં આવી રહી છે.દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા શિક્ષકો સહીતના કુલ ૪૨૫૬ લોકોના સ્ટાફે કોરોના વેકિસન(Corona vaccine)નો પહેલો ડોઝ લઈ વેકિસનેશનની બાબતમાં સો ટકાનો લક્ષ્યાંક પુરો કર્યો છે.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં ફરજ બજાવતા કુલ ૪૮૦૦ કોરોના વોરિયર્સને કોરોના વેકિસન(Corona vaccine)નો પહેલો ડોઝ લેવાનો હતો.જે પૈકી ૪૨૫૬ લોકોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ ટાગોર હોલ અને પંડિત દિન દયાલ હોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત કરવામાં આવેલા કેન્દ્રો ઉપરથી લીધો હતો.બાકીના ૫૪૪ કર્મચારીઓ પૈકી કોઈ માંદગી કે પછી એલર્જી અથવા અન્ય કારણોસર વેકિસન લઈ શકયા નથી.જે લોકોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો છે તેમને ૨૮ દિવસ બાદ કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…

અંધશ્રદ્ધાઃ દંપતી(Wedding couple)ને ચોખામાંથી ચિઠ્ઠી શોધવાની રમત રમાડવામાં આવી, ત્યાર બાદ સાસુ અને નણંદે કર્યુંક એવું…વાંચો સંપૂર્ણ અહેવાલ