Educational seminar

Banaskatha students: બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને ઍટલૅંન્ટિક્સ જેવા કાર્યક્રમોમાં જોઈએ તેવો ન્યાય મળતો નથી, વ્યાયામ શિક્ષકોએ યોજી બેઠક

Banaskatha students: પ્રાઈમરીથી લઈ માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની મોટી ઘટછે જે શિક્ષકો નિવૃત થયા છે ત્યાર બાદ કોઈ નવી ભરતી પણ કરવામાં આવી નથી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 30 જુલાઇઃ Banaskatha students: રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા અનેક આયોજનો કરે છે પણ લાંબા સમય થી પ્રાઈમરીથી લઈ માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની મોટી ઘટ છે જે શિક્ષકો નિવૃત થયા છે.

ત્યાર બાદ કોઈ નવી ભરતી પણ કરવામાં આવી નથી પરિણામે ખેલ મહાકુંભ કે ઍટલૅંન્ટિક્સ જેવા કાર્યક્રમો માં બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ ને જોઈએ તેવો ન્યાય મળતો નથી આવા પ્રશ્નો ને લઈ બનાસકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના વ્યાયમ મંડળના શિક્ષકો ની એક બેઠક અંબાજી ખાતે મળી હતી આ બેઠક ને જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા,માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષણ બોર્ડ ના પરીક્ષા સચિવ બી એ ચૌધરીએ દીપ પ્રગટાવી બેઠક શરુ કરાઈ હતી .

આ બેઠક દરમિયાન નિવૃત શિક્ષકો ,શિક્ષકો ના ઉતીર્ણ થયેલા (અભ્યાસ ક્ષેત્રે) વિદ્યાર્થીઓ તેમજ બનાસકાંઠા જિલ્લા માંથી કોચ દ્વારા રમત ગમતો ની જ્ઞાન મેળવી વિવિધ રમત ગમતો માં નેશનલ સુધી પહોંચેલા વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ અને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા જયારે બનાસકાંઠા જિલ્લામાં જે વિદ્યાર્થીઓ રાજ્ય સુધી પહોંચ્યા છે અને નેશનલ સુધી રમવા જવાના છે તેઓ ને જે પણ કઈ જરૂરિયાત હોય કે કોચ ની જરૂર જણાશે તો તે પુરી પાડવા જિલ્લા શિક્ષણ અધિકારી એ હુંકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ Court rejected the bail application of teesta setalvad: આજે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

આ પણ વાંચોઃ India’s Sanket Sargar Wins Silver: કોમનવેલ્થ ગેમ્સમાં ભારત મળ્યો પહેલો મેડલ, ઈજા છતા સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો

Gujarati banner 01