0c4a3179 fb2e 4cbf 8069 a1f010bce5d2

તંત્ર થયું એલર્ટઃ ભાવનગર જીલ્લાના 2 પ્રવેશ દ્વારો પર કોરોના રેપીડ ટેસ્ટ(Covid 19 test)ની શરૂઆત

ભાવનગર,21 માર્ચ: જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવા સમયે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેર તેમજ જીલ્લામાં કોરોના રેપીડ ટેસ્ટ(Covid 19 test)માટે બુથો ઉભા કરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે .ઉપરાંત જીલ્લામાં પ્રવેશ કરતા મુસાફરોના રેપીડ ટેસ્ટ માટે ચેક પોસ્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.

ADVT Dental Titanium


ભાવનગર જીલ્લામાં પ્રવેશતા 2 મુખ્ય ચેકપોસ્ટમાં વલ્લભીપુર કેરીયાનો ઢાળ તેમજ અમદાવાદ,વડોદરા,મુંબઈ જેવા શહેરોમાંથી આવતા મુસાફરો માટે અધેલાઇ ચેક પોસ્ટ પર આરોગ્ય અધિકારીઓની ટીમ,પોલીસ સ્ટાફ તેમજ રેપીડ ટેસ્ટ ટીમ ને તૈનાત કરી રેપીડ ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ચેકપોસ્ટ પર આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા થર્મલ ગન સાથે ચેક પણ કરવામાં આવી રહ્યા છે.તેમજ પ્રવેશ કરતા નાગરિકોને માસ્ક ફરજીયાત પહેરવું અને સેનીટેશન કરવા જેવી બાબતે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

પાકિસ્તાનના પીએમ(Pakistan PM) બાદ તેમની પત્નીનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ હોમ આઇસોલેશનમાં