3.vadodra

સકારાત્મકતાઃ તબીબોની સેવા જોઇ દર્દીઓ(covid patient)એ કહ્યું- કોરોનાનો ડરથી નહી હિંમતથી સામનો કરીશું અને જલ્દી સ્વસ્થ થઈશું..!

  • વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી(covid patient)ઓ કહે છે કે અહી સારવાર સાથે હળવી કસરતો પણ કરાવવામાં આવે છે.
  • તબીબો વોર્ડમાં જઈ દર્દી(covid patient)ઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત કરાવે છે
  • સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે.દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે.સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે એવામાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય

વડોદરા, 25 એપ્રિલઃ કર્મીઓ કોરોનાના દર્દીઓ(covid patient)માં સકારાત્મકતા સાથે નવા જોશ, આત્મવિશ્વાસ અને ચેતનાનો સંચાર કરી રહ્યા છે.જેને પરિણામે દર્દીઓ સારા નરવા થઈ રહ્યા છે. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં ૭૨૫ બેડની કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મંજુલાબેન હાસોલિયા કહે છે કે મને દાખલ થયાના ચાર દિવસમાં અસરકારક સારવારના પરિણામે સારૂ થઈ ગયું.અહીંનો સ્ટાફ અમારી સાથે પરિવારજનો જેવો સધિયારો આપે છે.તેઓ જણાવે છે કે કોરોનાનો ડરથી નહીં હિંમતથી સામનો કરીશું તો જલ્દી સ્વસ્થ થઈશું. તો જયેન્દ્રસિંહ રાઠોડ કહે છે કે આ હોસ્પિટલમાં દાખલ થવાની સાથે સારવાર શરૂ થતાં હું સ્વસ્થ થઈ રહ્યો છું.અહી સારવાર ખૂબ સારી મળવા સાથે ભોજન પણ સારૂ મળી રહ્યું છે.

Whatsapp Join Banner Guj


અન્ય એક દર્દી અશોકભાઈ કાંટા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને આર્થિક બોજ સહન કરવો પડે છે અહી દર્દીઓની મફત સારવાર થઈ રહી છે.દર્દીઓ એ પણ તબીબો અને આરોગ્ય સ્ટાફને સહકાર આપવો જોઈએ. હું પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છું પણ મને સહેજ પણ એવું નથી લાગતું કે હું પરિવારથી દૂર છું.એવી લાગણી વ્યક્ત કરતા હર્ષદભાઈ પટેલ કહે છે કે તબીબો વિડિયો કોલના માધ્યમથી પરિવારજનો સાથે વાત કરાવે છે.સરકારી હોસ્પિટલમાં સારવાર સાથે આવી સુવિધા હશે એની મને કલ્પના પણ નહોતી.

ADVT Dental Titanium


કોરોનાની સારવાર લઈ રહેલા રશ્મિતા શાહ જણાવે છે કે અહી દવા,ચા, નાસ્તો,ભોજન સમયસર મળે છે.એટલુ જ નહિ આરોગ્ય સ્ટાફ દ્વારા દર્દીઓને પ્રાણાયામ તથા હાથ પગની હળવી કસરતો પણ કરાવવામાં આવે છે. ગોત્રી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ રાત દિવસ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓનો આ પરિશ્રમ ફળીભૂત થયો છે અને આત્મવિશ્વાસ દર્દીઓને સાજા થવામાં મદદરૂપ બની રહ્યો છે. ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમ ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સતત કોરોના સારવારમાં વ્યસ્ત છે.જેના હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે.

આ પણ વાંચો….

NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક