sayaji hospital

covid pragnency: બીજા વેવમાં સગર્ભાઓને કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું, સફળ થઇ પ્રસૂતિ

અહેવાલ: બી.પી.દેસાઈ

  • એપ્રિલ ૨૦૨૦ થી જ કોરોના પોઝિટિવ સગર્ભા(covid pragnency) મહિલાઓની ઓળખ પ્રસૂતિ અને સારવારની વિશેષ વ્યવસ્થાઓ સ્ત્રીરોગ વિભાગમાં કાર્યરત છે
  • અત્યાર સુધીમાં ૨૫૮ કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસૂતિ થી લઈને જરૂરી શસ્ત્રક્રિયા અને સારવારની ઉમદા કામગીરી કરવામાં આવી છે

વડોદરા, 23 મેઃ સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગે ૨૦૨૦ માં કોવિડની આફતના ઓળા ઉતરવાની સાથે જ કોવિડ થયો હોય એવી સગર્ભાઓની જરૂરી સારવાર અને સલામત પ્રસૂતિની ઉમદા કામગીરી કરી છે અને હજુ પણ કરવામાં આવી રહી છે.
યાદ રહે કે વડોદરામાં કોવિડ પોઝિટિવ કેસો નોંધાવાની શરૂઆત થઈ તે સમયે જ કોવિડ પોઝિટિવ હોય એવી સગર્ભાઓ ને સારવાર આપવાનો પડકાર ઊભો થયો હતો કારણ કે શહેરના પ્રથમ નવ કેસોમાં સગર્ભા મહિલાઓ પણ હતી.


સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસૂતિ(covid pragnency) વિભાગના વડા ડો.આશિષ ગોખલે એ જણાવ્યું કે અગમચેતીના ભાગ રૂપે અમે ગયા વર્ષના એપ્રિલ મહિનાથી જ કોરોના પોઝિટિવ સગર્ભાની ઓળખ માટે રુક્મિણી ચેનાની પ્રસૂતિ ગૃહના તળ મજલે ટ્રાયેજ થી શરૂ કરીને વિશેષ પ્રસૂતિ ખંડ( લેબર રૂમ),શસ્ત્રક્રિયા ખંડ(ઓપરેશન થિયેટર),સઘન સારવાર કક્ષ(આઇસીયુ) અને ૬ જેટલા બેડનો સ્ટેબિલાઈઝેશન વોર્ડ શરૂ કર્યો છે.અને તે પછીની સારવાર માટે કોવિડ બિલ્ડિંગમાં ગાયનેક વિભાગના રેસીડેન્ટ તબીબ સહિત વધારાની વ્યવસ્થા છે.સરેરાશ કોવિડ પોઝિટિવ સગર્ભાને ૧૦ થી ૧૨ દિવસ અથવા જરૂર પ્રમાણે હોસ્પિટલમાં રાખી સારવાર આપવામાં આવે છે. તેમણે કહ્યું કે કોવિડની પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.અન્ય શહેરો અને જીલ્લાઓ ની આવી મહિલાઓ સારવાર માટે વડોદરા લાવવામાં આવે છે.

covid pragnency


કોરોના પોઝિટિવ સગર્ભા માટેની આ સાવ જુદી વ્યવસ્થા હેઠળ કુદરતી સુવાવડ,સીઝર, એકટોપી પ્રેગ્નન્સી,ગર્ભાશય ફાટી જવું જેવા કિસ્સાઓમાં પેટ ચીરીને શસ્ત્રક્રિયા કરવી,પ્રસૂતિ પહેલા ગર્ભાવસ્થા દરમિયાન જરૂર પડી હોય તેવી સારવાર, ગર્ભપાત અને શહેરની અન્ય હોસ્પિટલમાં કે અન્ય શહેરોની હોસ્પિટલમાં સુવાવડ થઈ હોય અને પ્રસૂતા પોઝિટિવ થતાં સારવાર માટે અહી લાવ્યા હોય તેવા કેસોમાં જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

covid pragnency

જ્યારે કોરોનામુક્ત સગર્ભાઓ ની પ્રસૂતિ સહિત અન્ય સારવાર કાયમી નિયમિત સુવિધા હેઠળ કરવામાં આવી રહી છે.આમ, ગાયનેક વિભાગમાં એક બીજા થી સાવ અલગ વ્યવસ્થા હેઠળ નોન કોરોના અને કોરોના પોઝિટિવ સગર્ભાઓ ને જરૂરી સારવાર મળી રહી છે.
૨૦૨૦ ના માર્ચ થી ડિસેમ્બર સુધીમાં કોવિડ પીડિત(covid pragnency) ૧૮ સગર્ભાની કુદરતી સુવાવડ,૪૫ નું સીઝર, ૬ ની તાત્કાલિક શસ્ત્રક્રિયા અને ૪૫ ની અન્ય સારવાર મળીને કુલ ૧૧૪ કોવિડ સંક્રમિત મહિલાઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવી છે.જ્યારે જાન્યુઆરીથી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધીમાં ૪૦ કોરોના પોઝિટિવ મહિલાઓની કુદરતી સુવાવડ, ૩૨ સીઝર સહિત કુલ ૧૪૪ ને ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધી તબીબી સેવાઓ કોરોના પ્રોટોકોલ પાળીને આપવામાં આવી છે.આમ,અત્યાર સુધી બંને વર્ષમાં થઈને કુલ ૨૫૮ કોરોના પોઝિટિવ સગર્ભાઓની જરૂરી આરોગ્ય સંભાળ આ અલાયદિ વ્યવસ્થા હેઠળ લેવામાં આવી છે.

covid pragnency


જ્યારે કાયમી વિભાગમાં બંને વર્ષમાં થઈને કોરોના મુક્ત સગર્ભાઓની ૫૩૨૧ કુદરતી સુવાવડ,૨૯૬૩ સીઝર મળીને કુલ ૮૪૬૪ સગર્ભા મહિલાઓને જરૂર પ્રમાણેની આરોગ્ય સંભાળ સેવાઓ આપવામાં આવી છે. સમર્પિત નિવાસી તબીબો, નર્સિંગ સ્ટાફ,સહાયક સ્ટાફ આ તમામ ની સેવા નિષ્ઠા ને પરિણામે સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં કોરોના કાળમાં ઉમદા સેવાની પરંપરા પડકારો વચ્ચે પણ જળવાઈ છે.

આ પણ વાંચો….

આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસા(monsoon)નું આગમન, હવામાન વિભાગે કરી આગાહી..!