Cricketer death in Surat

Cricketer death in Surat: ક્રિકેટ રમતા-રમતા અચાનક યુવકની થઇ મોત, જાણો સમગ્ર મામલો…

Cricketer death in Surat: સુરત જિલ્લાના કિશન પટેલનું મૃત્યુ અચાનક મેદાનમાં બેભાન થઈ જવાથી થયું હતું

સૂરત, 07 ફેબ્રુઆરી: Cricketer death in Surat: નાની વયના લોકોના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. અચાનક જ એનકેન કારણે મોતની ઘટનાઓ યુવાનોમાં પણ બની રહી છે. ફિટ હોવા છતાં પણ આ પ્રકારે હાર્ટ એટેક સહીતની ઘટનાઓ બની રહી છે. સુરત જિલ્લાના કિશન પટેલનું મૃત્યુ પણ અચાનક મેદાનમાં બેભાન થઈ જવાથી થયું હતું.

સુરતના શેખપુર ગામનો કિશન ઓલપાડ તાલુકાના સેલૂટ ગામમાં મેચ હતી જ્યાં ગ્રાઉન્ડ પર કિશન ક્રિકેટ રમવા ગયો હતો હતો. આ દરમિયાન ચાલુ મેચ દરમિયાન કિશન બેભાન થઈને જમીન પર પડ્યો હતો. આ જોઈ ક્રિકેટ રમતા સૌ કોઈ એકઠા થઈ ગયા હતા અને કિશનને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

કિશન પટેલ તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેની આખરી મેચ હશે. યુવાનના મોતથી તેના ઘર પરીવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરત જિલ્લામાં આ પ્રકારે અચાનક બેભાન થવાથી યુવકનું મોત થતા સૌ કોઈમાં ચિંતા પ્રસરી છે. 

આ પ્રકારે અગાઉ પણ યુવાનોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત લગ્નમાં દાંડીયા રાસ અને ગરબા સમયે પણ પણ મધ્ય ગુજરાતમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. આમ આ પ્રકારે મૃત્યુના બનાવો મોટી ચિંતા સમાન છે. 

આ પણ વાંચો: Aaj ki Rashi: સૂર્ય-શનિ આ 6 રાશિઓને કરાવશે આનંદ, આગામી 30 દિવસ ક્યારેય ભૂલશો નહીં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો