Cyber crime

Cybercriminal alert: પહેલી વખત ઓનલાઈન છેતરપિંડીના નેટવર્કનો ખુલાસો, દરેક મોટી વેબસાઈટનું ક્લોન બનાવ્યું- વાંચો વિગત

Cybercriminal alert: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઠગ રિમોટ એપ્લિકેશનની મદદથી લોકોના ફોનનો કંટ્રોલ લઈ લે છે. જે બાદ શરૂ થાય છે છેતરપિંડીનો ખેલ.

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ Cybercriminal alert: રાજસ્થાનમાં સાઈબર છેતરપિંડીના કેસ વધી રહ્યાં છે. તે માટે ઠગ નવા નવા પેંતરાઓ શોધી કાઢે છે. આ વખતે છેતરપિંડી માટે આ બદમાશોએ ગૂગલ પર જાળ પાથરી છે. ફાયનાન્સિયલ ટ્રાંઝેક્શનવાળી દરેક વેબસાઈટનું ક્લોન બનાવ્યું છે. સમસ્યાના ઉકેલના બહાને આ લોકો મિનિટમાં જ એકાઉન્ટ ખાલી કરી નાખે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઠગ રિમોટ એપ્લિકેશનની મદદથી લોકોના ફોનનો કંટ્રોલ લઈ લે છે. જે બાદ શરૂ થાય છે છેતરપિંડીનો ખેલ. થોડી જ ક્ષણમાં તમારા એકાઉન્ટમાંથી બધાં જ પૈસા ગુમ કરી દેવામાં આવે છે.

ગૂગલ પર તૈયાર કર્યું છેતરપિંડીનું નેટવર્ક
તમે ક્યારેય પણ કોઈ ઓનલાઈન સાઈટ કે સર્વિસ સેન્ટરનો નંબર ગૂગલ પર સર્ચ કરો છો તો ગૂગલ કસ્ટમર કેરનો નંબર દેખાડે છે. મોટા ભાગે આ ઠગનો જ નંબર હોય છે. ડાયલ કરવાથી આ નંબર સીધો જ ઠગને લાગી જાય છે. તેઓ દાવો કરતે છે કે કંપનીનો ઓફિસર છે અને ફોન કરનારને સાણસામાં લેવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચોઃ Deceased Who Died On US Canada Border: US-કેનેડાની બોર્ડર પર મૃત્યુ પામેલા તમામ ગુજરાતના ડીંગુચાના રહેવાસી હોવાની પૃષ્ટિ થઇ, ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયા

Gujarati banner 01