8e50dfbd ec57 4f30 80fc dbbeeb737777

CRPF jawan firing case: સલાબતપુરા પોલીસે પત્ની પર ફાયરિગ કરાવનાર CRPFમાં ફરજ બજાવતા પતિને ઝડપી પાડ્યો- વાંચો શું છે મામલો?

CRPF jawan firing case: પત્ની ડિવોર્સ નહી આપતા કરાયું કરાવ્યું હતું ફાયરિગ…

સુરત, 22 માર્ચઃCRPF jawan firing case: સુરતના સલાબતપુરા ખાતે એક મહિલા પર ત્રણ ફાયરિગની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે ફાયરિગ કરનાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને ની પૂછપરછ દરમ્યાન સત્ય હકીકત સામે આવી હતી કે આ ફાયરિગ ગંભીર રીતે ઘવાયેલ મહિલાના પતિ દ્વારા કરવામાં આવી હતી મહિલાનો પતિ CRPF માં ફરજ બજાવે છે. તે પોતાની પત્નીને બાળક નહી રહેવાના કારણે ડિવોર્સ લેવા માગતો હતો અને પત્ની દ્વારા અગાઉ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરી હતી.

જેનો કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ પણ ચાલી રહ્યો છે. અને અવાર-નવાર કોર્ટની તરીખે ધક્કા ખાતો હોવાથી ફાયરિગ કરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે જયારે મહિલાને ત્રણ ગોળી વાગી હતી અને ઓપરેશન દરમ્યાન ચાર ગોળી કાઢવામાં આવી હતી જેમાં એક ગોળી 15 દિવસ પહેલા થયેલ ફાયરિગની હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ Virat ramayan mandir: વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમ પરિવારે 2.5 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી – વાંચો સંપૂર્ણ અહેવાલ

સલાબતપુરા પોલીસે જણાવ્યા અનુસાર, શનિવારે 12મી તારીખે માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં CRPF ના જવાનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટરો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જયારે મહિલા દવાખાનાથી ઘરે આવી રહી હતી તે દરમ્યાન શૂટર રવિન્દ્રે આર્મી જવાનની પત્ની પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે નરેન્દ્ર બાઇક ચલાવતો હતો. મહિલાનો પતિ જોડે છૂટાછેડા બાબતે ઝઘડો ચાલે છે અને તે અદાવતમાં પતિએ ફાયરિંગ કરાવ્યું હતું.

15 દિવસ પહેલા પાંડેસરા ચીકુવાડી પાસે નંદા મોરે પર આ બંને શૂટરોએ એક ફાયરિંગ કર્યુ હતું CRPF જવાનની પત્નીએ છૂટાછેડા ના આપતા પોતાની પત્ની પર ફાયરિંગ કરાવી હત્યા કરાવા બે શૂટર્સેને સોપારી આપી હતી. પોલીસે ફાયરિંગ કરનારા બંનેની ધરપકડ કર્યા બાદ સલાબતપુરા પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલાના CRPF નંદા મોરેના પતિ વિનોદ મોરેની મહારાષ્ટ્રના નાંદેડથી લઈ આવી અહીં ધરપકડ કરી છે. અને સુરત કોર્ટમાં હાજર કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે…

Gujarati banner 01