Curfew edited

વધતા કેસોને લઇ શહેરે લીધોનો મોટો નિર્ણયઃ રાત્રી કરફ્યુ(Curfew) બાદ હવે બપોરે પણ બજાર બંધ રહેશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

Curfew

આણંદ, 08 એપ્રિલઃ તાજેતરમાં જ વધતા કેસોને લઇને રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. સરકારે મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કરર્ફ્યૂ (Curfew) ની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે રાજ્યના બીજા નાના નગરોમાં પણ આ જ પ્રમાણે રાત્રિ કરર્ફ્યૂ (Curfew) ના પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

જોકે હવે રાત્રિ કરર્ફ્યૂ (Curfew) ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવા માટે સ્થાનિક તંત્ર નિર્ણય લેવાયો છે. જેમાં આણંદ (Ananad) નગરપાલિકા દ્વારા પણ આણંદ (Ananad) નગરના બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યાથી બીજે દિવસે છ વાગ્યા સુધી બંધ રહે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. 

ADVT Dental Titanium

મીડિયા રિપોર્ટ અનુસાર, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલને સાંસદ મિતેષ પટેલદ્વારા મળેલી સૂચના મુજબ શહેરમાં આવેલા દુકાનો ઓફિસો જીમ જેવી જગ્યાઓ આવતીકાલ તારીખ 9 એપ્રિલથી આવનાર તારીખ 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે આણંદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો….

આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી