cylcone.jpg

ગુજરાતમાં વાવાઝોડા(cylcone)નું સંકટ વધ્યું : ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર થયું સાવધાન, માછીમારોને આપવામાં આવી ખાસ સૂચના

ગાંધીનગર, 14 મેઃ છેલ્લા કેટલાય દિવસથી હવામાન વિભાગે જાહેર કર્યુ હતું કે, વાવાઝોડુ આવવાની શક્યતા છે. તૌકત વાવાઝોડુ(cylcone)ના એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વાવાઝોડુ સક્રિય થતાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જૂનાગઢમા જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓની સંકલન બેઠક બોલાવવામાં આવી. તો વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ વાળા ૪૦થી વધુ ગામોને અલગ તારવવામાં આવ્યા છે. તો દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરાયા છે.

cylcone

બીજી તરફ ભાવનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે.દરિયાકાંઠે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. અમરેલીના જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં એક નંબરનું સિગ્નલ લગાવ્યુ છે. જાફરાબદની મોટાભાગની બોટો મધ દરિયામા છે. વાઇલેસ ખરાબ થવાના કારણે અનેક બોટોનો સંપર્ક થતો નથી. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

17 તારીખે 40 થી 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે..તો 18 તારીખે દરિયામાં 90થી 100 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. બીજી તરફ 16 તારીખે સોમનાથમાં વરસાદની આગાહી છે. 17 તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની સંભાવના છે.જો કે 18 તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, વેરાવળ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.દરિયા કિનારાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ 17 અને 18 તારીખે પડવાની શક્યતા છે.

જુનાગઢ માંગરોળ બંદર વિસ્તારમાં વાવાઝોડા(cylcone)ની આગાહીને પગલે તંત્ર સજાગ થયું છે. માંગરોળની માછીમારી માટે ગયેલી તમામ નાની મોટી બોટો અને હોડીઓને પરત બોલાવી લેવાઇ છે. માંગરોળમાં નાની મોટી કુલ 3 હજાર 587  બોટો આવેલ છે. જે તમામને પરત બોલાવી લેવામાં આવી છે.  તમામ માછીમારોને દરીયો નહી ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે. આ ઉપરાંત માછીમારી માટે જવા માટેના તમામ ટોકનો પણ બંધ કરાયા છે. તમામ બોટ પરત આવતા અમુક બોટોને જેટીમાં જગ્યા ન હોવાથી દરીયામાં નજીકમાં એન્કર ઉપર લાંગરવામાં આવી છે.

cylcone

નોંધનીય છે કે, અરબ સાગરમાં લો પ્રેશરના કારણે સંભવિત ‘‘તોકતે‘‘ વાવાઝોડુ(cylcone) આવી શકે છે,જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે.ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. આ લો પ્રેશર ના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…..

Rules free: અમેરિકાની જનતાને માસ્કથી છૂટકારો, સ્પેનમાંથી દૂર થયુ લોકડાઉન લોકોએ રસ્તા પર આવીને કરી આ રીતે ઉજવણી- વાંચો સંપૂર્ણ વિગત