Damage to the Marketyard

Damage to the Marketyard: બીજા દિવસે સાર્વત્રિક કમોસમી વરસાદ, મગફળી અને કપાસનો પાક પલળી જતાં વેપારીઓને આવ્યો રડવાનો વારો

Damage to the Marketyard: પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતો ને મોટુ નુકસાન થયું

ડિસા, 20 નવેમ્બરઃDamage to the Marketyard: બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતાં માર્કેટયાર્ડ માં નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો. પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતો ને મોટુ નુકસાન થયું છે.

બીજા દિવસે પણ ડીસા, લાખણી, દિયોદર, કાંકરેંજ, ભાભર, ધાનેરા, પાલનપુર, ભાભર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ નોધાયો હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ Accident near dholka: ધોળકા નજીક ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત- વાંચો વિગત

હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેના કારણે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઇ છે. પાલનપુરમાં માર્કેટયાર્ડની હજારો બોરીઓ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડ માં પણ ખુલ્લામાં રહેલો કપાસ પાલડી જતાં વેપારીઓને નુકસાન થયું છે.

જિલ્લામાં 24 કલાકમાં પડેલ કમોસમી વરસાદ

  • થરાદ -40 મીમી
  • ધાનેરા-26 મીમી
  • દાંતા-22 મીમી
  • કાંકરેંજ -21 મીમી
  • લાખણી -20મીમી
  • પાલનપુર-19 મીમી
  • વડગામ-17 મીમી
  • દિયોદર -16 મીમી
  • ભાભર -14 મીમી
  • ડીસા-13 મીમી
  • સુઇગામ -12 મીમી
  • અમીરગઢ -5મીમી
  • દાંતીવાડા -4 મીમી
  • વાવ-4 મીમી
Whatsapp Join Banner Guj