Danta School

Danta school: દાંતા તાલુકા ની એક શાળામાં ઓરડાના અભાવે ત્રણ ભાગમાં વહેચાઈ ગયા બાળકો…

Danta school: ધોરણ 1 થી 5 ના વર્ગો છે જેમાં એકમાત્ર ઓરડાના કારણે બાળકો મંદિર, ખાનગી મકાન માં ભણવા મજબુર બન્યા

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 20 જાન્યુઆરી: Danta school: દાંતા તાલુકાના જશવંતપુરા (મંડાલી)ગામ જ્યા એક હજાર જેટલી વસ્તી ધરાવતા ગામની શાળામાં ધોરણ એક થી પાંચ ના વર્ગો ચાલે છે જ્યા બે ઓરડા જર્જરીત થતા ચારેક વર્ષ અગાઉ તોડી પડાયા બાદ હાલ એક જ ઓરડો હોવાથી ત્રીજા અને ચોથા ધોરણના બાળકોને અહીંના એક મંદિર પરીસર અને ખાનગી મકાનના પ્રાંગણમાં અભ્યાસ કરાવવા શાળાના શિક્ષકો મજબુર બન્યા છે. છેલ્લા 4 વર્ષથી બાળકો અહી ભણવા માટે બારે કઠામણ ભોગવી રહ્યા છે.

પાંચ વર્ગો વચ્ચે 3 વર્ગ શિક્ષકો ધોરણ પ્રમાણે અલગ અલગ જગ્યાએ ભણાવી શિક્ષણરથ આદળ ધપાવી રહ્યા છે. આ ગામમાં 1 થી 5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો 67 બાળકોને અભ્યાસ કરાવે છે. શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી પરીણામે બાળકોને આ રીતે ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે. જેમાં ધોરણ 1 અને 2 ના બાળકો એકમાત્ર હયાત વર્ગમાં બેસે છે.

બાકીના ઓરડાઓ તોડી પડાયા હોવાથી એકમાત્ર આ જ ઓરડો બચ્યો છે. જોકે ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી પડે છે. વરસાદમાં મંદિરના ચોકમાં બાળકો અભ્યાસ કરાવવો પડે છે. બાકી તો બાળકોને ભણવા ને પોતાનુ ભવિષ્ય બનાવવા ઉપર આકાશ ને નીચે ધરતી છે ખુલ્લા માં બેસી ને અભ્યાસ કરવો પડે છે ને તેપણ માર્ગ ઉપરથી પસાર થતા લોકો ને વાહનો ના કારણે બાળકો ભણી શકતા નથી.

જ્યારે ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા અહી ની નજીક આવેલા એક ખાનગી રહેણાંક મકાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જે છેલ્લા ચાર વર્ષ થી આ મકાનના માલીક બાળકોને ભણવા પોતાના મકાન નુ પ્રાંગણ ફાળવી આપ્યુ છે ને તે પણ કોઈ પણ જાત ના ભાડા વગર આ ખાનગી મકાનમાં શૈક્ષણીક કાર્ય કરાવવામાં રહ્યુ છે.

Danta school 1

ગામના ખેડૂત કાંતિભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ કે પોતાનું ઘર બાળકોને આપ્યું છે ચાર વર્ષથી 5 માં ધોરણના છોકરાઓને બેસાડીને તેમનો અભ્યાસ ન બગડે તેવી વ્યવસ્થા ગોઠવી છે ગામના જ બાળકોને હેરાન થતા જોઈ મેં મારું ઘર બાળકોને ભણવા માટે આપ્યું છે.

બનાસકાંઠા જીલ્લાનો દાંતા તાલુકો આદીવાસી અને પછાત તાલુકો માનવામાંઆવે છે ને આવા પછાત વિસ્તાર માં અભ્યાસ કરવા માંગતા બાળકોની ભણતરની ભુખ શુ આ રીતે સંતાષાશે ..તે એક જ્યેષ્ઠ સવાલ બની ગયો છે…… ક્યારે મળશે આ શાળાને ખુટતા ઓરડા….શુ અન્ય ગામડાઓ માં પણ આવી જ દશા હસે શૌક્ષણીક સંસ્થાઓ ની….તપાસ થશે કે પછી … શિક્ષણ રામ ભરોશે…..એક પ્રશ્ન

આ પણ વાંચો: Train cancel news: મિયાગામ કર્ઝન સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે કેટલીક ટ્રેનો થશે રદ્દ, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો