HC strict stance against police

HC strict stance against police: આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ

HC strict stance against police:ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વિરોદ્ધ નોધાયોં હતો

અમદાવાદ, 20 જાન્યુઆરી: જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવી ગામ લોકોની સામે જ જાહેરમાં માર માર્યો હતો. માર મારતો વિડીયો પણ વાયરલ કર્યો હતો.

જાહેરમાં માર મારવાના મામલે હાઈકોર્ટ પણ બગડી હતી. કોર્ટે નિર્દેશ કર્યો છે કે ખાનગી વકીલ રોકો અને કોર્ટમાં જવાબ આપો. સરકાર તમને મદદ નહીં કરે. આ દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં માર મારનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.

હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પોલીસની ઝાટકણી કાઢી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ સરકાર ને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે . આ કેસની વધુ સુનાવણી તારીખ 30 જાન્યુઆરીના રોજ યોજાશે.

ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના પકડાયેલા યુવાનો સાથે પોલીસે કાયદથી ઉપરવટ જઈ સરા જાહેર જેવર્તન કર્યુ હતુ. તે અંગે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરજાદા અને ધારાસભ્ય ઇમરાનખેડાવાલા દ્વારા ગુજરાત પોલીસ વડા અને ગૃહવિભાગને પત્ર લખીને પોલીસના આવા વલણ સામે વિરોદ્ધ નોધાયોં હતો.

ઘટના સમયે ગ્યાસુદ્દીન અને ઇમરાન ખેડાવાલા આ અંગે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતુ કે આરોપીને સજા આપવા કાયદો અને વ્યવસ્થા તેમજ કોર્ટો છે. કાયદો હાથમાં લવાનો અધિકાર કોઈને નથી. રક્ષક જ ભક્ષક બને તે લોકશાહી નહીં ચાલે.

11 પોલીસ અધિકારી

અરજીકર્તાએ માગણી કરી છે કે કોર્ટ એસપી ખેડાને મૂળ ડીવીઆર, એસઓજી કાર્યાલયના કેમેરા, ટોલ પ્લાઝા સહિત રસ્તામાં લાગેલા બધા સીસીટીવી કેમેરાને ઝડપી જપ્ત કરવાની સૂચના આપે. અરજી કર્તાએ જણાવ્યું હું કે તારીખ 3 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઘેલા ગામમાં માતર ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને તેમના પક્ષના સભ્યા આવ્યા બાદ વિવાદ શરુ થયો હતો. ત્યારબાદ 11 પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને અરજી કર્તા સહિત અન્ય વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ કેસમાં હવે હાઈકોર્ટ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે.

શું છે સમગ્ર મામલો:

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવી ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની જેમ જાહેરમાં સરભરા કરી હતી. માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો.

થાંભલા સાથે બાંધીને માર માર્યો પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તમામ 10 આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા

બળજબરીથી ઘુસી ગયા:

ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત 6-7 મહિલાઓને ઈજા પહોંચી હતી.

પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરીને આરોપીને ઊંઢેલા ગામે લવાયા હતા. જ્યાં પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઑને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા.

આ પણ વાંચો: New order of road transport ministry: 1 એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનો થઇ જશે ભંગાર, જાણો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો