Danta Water Problem

Danta water problem: દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો પોકાર, લોકો ઠેર-ઠેર ટળવળી રહ્યા

Danta water problem: ભદ્રમાળ ગામે પહોંચી તો ગઈ છે છતાં ગામના લોકો પાણી માટે ઠેર ઠેર ટળવળી રહ્યા છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 04 એપ્રિલ: Danta water problem: દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સરકારી યોજનાઓ પહોંચે તો છે પણ કારગર સાબિત થતી નથી તેવી જ યોજના નળ સે જળ યોજના દાંતા તાલુકાના ભદ્રમાળ ગામે પહોંચી તો ગઈ છે છતાં ગામ ના 200 પરિવાર લોકો પાણી માટે ઠેર ઠેર ટળવળી રહ્યા છે, સરકાર દ્વારા પાણ ના મોટા ટાંકા પણ બનાવ્યા છે. પણ પાણી ભરાયું નથી સુકાભટ્ટ પડેલા પાણી ના ટાંકા ગમે ત્યારે તિરાડો પડી જવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.

આ ગામ ના લોકો એક કિલોમીટર સુધી ને ફરી થી પણ પાણી મેળવી સકતા નથી સવાર સાંજ સતત મુંજાતો પાણી નો પ્રશ્ન માથા ના દુખાવા સમાન બન્યો છે, ત્યારે વરસો થી આ વિસ્તાર ને પાણી મળ્યું નથી ને છેલ્લા એક વર્ષ થી સરકાર ની નળ સે જળ ની યોજના આવી તો ગ્રામ વાસીઓ હરખાઈ ગયા ને હવે પાણી ઘર આંગણે મળશે તેવી આશા પ્રબળ બની.

આ યોજના થકી ઘરના આંગણા માં નળ લગાવી એક વર્ષ જેટલો સમય વીતી ગયો પણ હજી પાણી નો ટીપું પણ જોવા મળ્યું નથી, દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહત્તમ આદિવાસી અને ગરીબ પ્રજા વસવાટ કરે છે ત્યારે નળ સે જળ ની યોજના હથેળી માં ચાંદ સમાન બની ગયી છે.

જોકે આ પાણી લેવા નાના મોટા સૌ લાઈન બંધ રહી પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે તેમાં અભ્યાસ કરતા બાળકો પણ ખાલી બેડા લઈ પાણી માટે આમ તેમ વલખા મારતા તેમના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઇ રહી છે, ક્યાંક હેંડપંપ ઓ જોવા મળે છે પણ તેમાંપણ પાણી ના તળ નીચે જતા રહ્યા હોવાથી પૂરતું પાણી મળતું નથી એક તરફ માણસ ની તરસ બુજાતી નથી ત્યાં મૂંગા પશુઓ પણ પાણી વગર ટળવળે છે.

હાલ તબક્કે ભર ઉનાળા માં પાણી વગર ભદ્રમાળ ગામના લોકો પાણી નો પોકાર કરી રહ્યા છે, જયારે બીજી તરફ આ યોજના ને ગામડાઓ સુધી લઇ જનાર અધિકારીઓ નો પેટ નું પાણી પણ હાલતું નથી ત્યાં આ પાણી પુરવઠા ની સ્કીમ બાબતે કઈ પણ કેહવા પાછીપાની કરી રહ્યા છે.

ગામ લોકો માં એક જ સવાલ થઇ રહ્યો છે આખરે આ નળ માં જળ ક્યારે આવશે……. મોટા હોય તો મોટા બેડા ઉપાડે છે ને નાના હોય તો નાના બેડા લઇ પાણી માટે ઠેર ઠેર વલખા મારતા આ ગ્રામ વાસીઓ ની તરસ ક્યારે બુસાસે આ એક પ્રશ્ન પેચીદો બન્યો છે હાલ તબક્કે તો ગામ માં પાણી ના બનાવેલા મોટા ટાંકા શોભા ના ગાંઠિયા સમાન બની ગયા છે.

આ પણ વાંચો: Pouva idli recipe: હવે મિનિટોમાં તૈયાર કરો પૌવાની ઈડલી, અહીં જાણો સરળ રીત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો