heart attack

Deaths Of Heart Attack in Guj: ગુજરાત માટે કાલ બન્યો હાર્ટ એટેક, 10 દિવસમાં આટલા લોકોના થયા મોત

Deaths Of Heart Attack in Guj: છેલ્લા 10 દિવસમાં હાર્ટ એટેકથી 20થી વધારે લોકોના મોત થયા

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ Deaths Of Heart Attack in Guj: ગુજરાત માટે નવરાત્રિનો ત્યોહાર ઘણો ખતરનાક સાબિત થયો છે. હકીકતમાં, અહીં છેલ્લા 10 દિવસમાં હાર્ટ એટેકથી 20થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે લોકો નવલી નોરતાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ગરબાની તાલે રમતા ખેલૈયાઓમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.

ખબર હોય કે કોરોનાની બાદ લોકો મન મૂકીને ગરબા રમ્યા હતા. ત્યારે ઘણા ઇમરજન્સી કેસ જોવા મળ્યા હતા. આ વર્ષે ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 108 ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 10 ટકાથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, ઈમરજન્સી કેસમાં શ્વાસ રોગ, હ્રદય રોગ અને અકસ્માતના કેસ સૌથી વધુ નોંધાયા હતા. તેમાં પણ રાજ્યમાં હ્રદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ 46 ટકા કેસમાં વધારો નોધાયો છે.

આ પણ વાંચો… Inauguration of new police chokey in Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અદ્યતન પોલીસ ચોકીનું લોકાર્પણ

Gujarati banner 01