MoU in Field of Urban Development

MoU in Field of Urban Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ ક્ષેત્રે એમઓયુ સંપન્ન

  • સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા

MoU in Field of Urban Development: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે MoUની સિરીઝમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ ક્ષેત્રે એમ ઓ યુ સંપન્ન

ગાંધીનગર, 25 ઓક્ટોબરઃ MoU in Field of Urban Development: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે.

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે યોજાયેલી કડીમાં કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટસ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યા છે.

આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે.

તદઅનુસાર, મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેક્ટર સહિતના સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન પણ આવા પ્રોજેક્ટસ કાર્યરત થતાં થઈ શકશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં ૨૦૨૦માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. આના પરિણામ રૂપે આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ શરૂ થવા જઈ રહ્યા છે.

આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં, અમદાવાદ મહાનગરમાં ૪ પ્રોજેક્ટસમાં રૂ. ૬,૬૦૧ કરોડના સંભવિત રોકાણો આવશે. એટલું જ નહીં, સુરતમાં રૂ. ૪૫૦ કરોડના અને વડોદરામાં રૂ. ૪૧૦ કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે.

આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, મુખ્ય સચિવ રાજકુમાર તથા ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરોએ સંબંધિત ડેવલપર્સ સાથે MoU એક્સ્ચેંજ કર્યા હતા.

આ પણ વાંચો… Deaths Of Heart Attack in Guj: ગુજરાત માટે કાલ બન્યો હાર્ટ એટેક, 10 દિવસમાં આટલા લોકોના થયા મોત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો