Deep water Problem

Deep water Problem: મોડાસાના માઝૂમ જળાશયમાં પાણીની આવક થતાં પાણીનો ડહોળું થયું, પાણી ઉકાળીને પીવા લોકોને અપીલ

Deep water Problem: પાણીનો ઉપયોગ થોડા સમય પછી કરવા પાલિકાની અપીલ, રિક્ષા ફેરી પાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન

મોડાસા, 25 જુલાઇઃ Deep water Problem: અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે, ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે માઝૂમ જળાશયમાં નવા નીરની આવક થતાં પાણી ડહોળું થયું છે. મોડાસા નગર પાલિકા વિસ્તારમાં પીવાના પાણીને જથ્થો પુરો પાડવામાં આવે ત્યારે પાણી હવે ડહોળું થતાં પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફતે એનાઉન્સ કરીને લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

હાલ માઝૂમ જળાયમાં પાણીની આવક 22 હજાર ક્યુસેકથી પણ વધારે થઇ છે, જેને લઇને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીડાશ પડતું હોવાને લઇને પાણીને બે વાર ગાળવું જોઇએ અને ત્યારબાદ ઉકાળીને પાણીનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફતે એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાણ કરવામાં આવી રહી છે.

ઉપરવાસમાં વરસાદને લઇને જળાશયોમાં પાણીની આવક થતાં પાણીઓ ડહોળું આવતું હોવાનું પાલિકાએ જણાવ્યું હતું, જેને લઇને શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષા ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને લોકોને પાણી ઉકાળી તેમજ થોડા સમય પછી ઉપયોગમાં લેવા માટે જણાવાઈ રહ્યું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Draupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે- જુઓ લાઇવ પ્રસારણ

આ પણ વાંચોઃ UIDAI in action mod: 6 લાખ આધાર કાર્ડ કર્યા રદ, તમારું તો દસ્તાવેજ ફેક નથી ને?

Gujarati banner 01