Democratic coffee

Democratic coffee: માતા-દીકરાની જોડીએ કોફી બીનને પ્રોસેસ કરી, ઇન્સ્ટન્ટ નેચરલ ફ્લેવર્સ આપતા કોફી પેક તૈયાર કર્યા

Democratic coffee: માતા અને પુત્ર ની જોડી એ ભેગા મળીને સ્પેશિયલાઇઝડ કોફી બીન ને પ્રોસેસ કરીને તેના પ્રાકૃતિક તત્વોને જાળવી રાખીને ઇન્સ્ટન્ટ નેચરલ ફ્લેવર્સ આપતા કોફી પેક ‘ડેમોક્રેટિક કોફી’ ને તેઓ ના સ્ટાર્ટઅપ ‘ સિરેરા કન્સ્યુમર’ અંતર્ગત શરૂ કર્યુ.

વડોદરા, 14 જૂનઃ Democratic coffee: વડોદરાના આદર્શ સૂર્યવંશી અને તેમની માતા તરૂણા સૂર્યવંશી દ્વારા શરૂ કરવામાં આવ્યું ”ડેમોક્રેટિક કોફી” નામનું ફૂડ ટેક સ્ટાર્ટઅપ વેન્ચર. માતા-પુત્રની જોડી દ્વારા ઉત્તર પૂર્વી ભારતમાં ઉગાડવામાં આવતી આપણી પરંપરાગત કોફી બિન્સ ને એક વિશેષ પ્રક્રિયા દ્વારા વિકસિત કરીને તેમજ તેને ક્રિસ્ટલાઈઝેશન પ્રોસેસ ની મદદથી ગ્રાઈન્ડ કરીને તેના પ્રાકૃતિક તત્વોને પ્રક્રિયાના અનુસાર જાળવી રાખવામાં આવે છે આને ત્યારબાદ તેને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરીને ઇન્સ્ટન્ટ પેકસ બનાવવામાં આવે છે. શહેર ની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા તેઓને આ અંગે જરૂરી એવો લૉન્ચપેડ પ્રોગ્રામ નો સપોર્ટ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain update: રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, વાતાવરણ ઠંડું થયુ- વાંચો વિગત

આ વિશે વધુ જણાવતાં, તરૂણા સૂર્યવંશી એ જણાવે છે કે ભારતમાં ઉગાડવામાં આવતી ઉત્તમ કક્ષાની કોફી બિન્સ વર્ષોથી અનેકવિધ કારણો ને કારણે વિદેશમાં એક્સપોર્ટ થઈ જાય છે. તથા નિમ્ન તથા મધ્યમ કક્ષાની કોફી બિન્સ ભારતના બજારમાં ઉપલબ્ધ રહે છે. આ પરિસ્થિતિ ને બદલવાના ઇરાદા સાથે તથા ભારતમાં કોફી બિન્સ ને ઉગાડી ને તેને પરંપરાગત રીતે તેમજ ટેકનોલોજીના સમન્ય થી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમારા આ પ્રયાસને લોકો દ્વારા ભરપૂર સમર્થન પ્રાપ્ત થયું છે તથા ભારતભર થી અમને આ વિશે સકારાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Important decisions taken by Gujarat Government: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા

Gujarati banner 01