Heavy rain forecast in gujarat

Gujarat Rain update: રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, વાતાવરણ ઠંડું થયુ- વાંચો વિગત

Gujarat Rain update: હવામાન વિભાગ દ્વારા 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અમદાવાદ, 13 જૂનઃGujarat Rain update: રાજ્યમાં વરસાદનો સિલસિલો સતત ચાલુ છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં છ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જૂનાગઢ શહેર અને તાલુકામાં 38 મીમી (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોએ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ ઉપરાંત અમરેલી જિલ્લાના વડિયામાં 34 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ શહેરમાં 32 મીમી, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં 30 અને નવસારી જીલ્લાના ખેડગામ તાલુકામાં 27 મીમી વરસાદ નોંધાયો છે.

10 તાલુકાઓમાં 12 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાંથી મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 24, જામનગરના કાલાવડ, ડાંગના સુબીરમાં 22, વડોદરા શહેરમાં 21, ડાંગ જિલ્લાના વઘઈમાં 19, વડોદરાના કરજણ તાલુકામાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 40 તાલુકાઓમાં એક મિલિમીટરથી માંડીને 11 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Important decisions taken by Gujarat Government: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘો વરસ્યો હતો. ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, તો પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. કોતરોમાં ફરી વહેણા વહેતા થયા છે. તો વલસાડમાં બીજા દિવસે વરસાદી માહોલ છે. સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થયુ છે, કીમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

વણઝારઘોડી ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં અચાનક આશ્ચર્ય ફેલાયું હતું. અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ચાલતા કોઝવે અને પુલની કામગીરી ખોરંભે ચડી હતી. પૂર્ણા નદી સહિત કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Anushka sharma in orange swimsuit: અનુષ્કા પતિ અને દીકરી સાથે માલદિવ્સમાં મનાવી રહી છે વેકેશન- જુઓ સ્વિમસૂટમાં શેર કરેલી તસ્વીરો

Gujarati banner 01