Dharna in Dharavi

Dharna in Dharavi: ધારાવીમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ધરણાં યોજાયાં

Dharna in Dharavi: કેટલાંક તત્ત્વો ધારાવીના મૂળ સ્થાનિકોનો વિકાસ રુંધી રહ્યાં છે

મુંબઈ, 02 ઑગસ્ટ: Dharna in Dharavi: વિશ્વાત્મક સામાજિક સેવા ટ્રસ્ટના સ્થાપક અને વડા ચંદ્રશેખર સ્વામીએ ધારાવીમાં મોટા પ્રમાણમાં થઈ થયેલા અને થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ધારાવીના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રાતોરાત નવાં બાંધકામો બની રહ્યાં છે તો મોટી સંખ્યામાં નાનાં મકાનોની ઉપર બેથી ચાર માળ ખેંચવામાં આવી રહ્યાં છે.

આ ગેરકાયદેસર બાંધકામોનો વિરોધ કરવા ચંદ્રશેખર સ્વામીના નેતૃત્ત્વમાં બીજી ઑગસ્ટના રોજ આઝાદ મેદાનમાં ન્યાય માટે ધરણાં કર્યાં હતાં. સ્વામીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નિષ્ઠાપૂર્વક ધારાવીને એક નવો ઓપ આપીને મૂળ સ્થાનિક લોકોનું જીવનધોરણ સુધારવા માગે છે.

પરંતુ આવાં ગેરકાયદેસર બાંધકામોને લીધે ધારાવીનું રીડેવલપમેન્ટ અવારનવાર ખોરંભે પડ્યું છે. આને પગલે જેઓ મૂળ નિવાસીઓ છે, તેઓને અનેક દસકાઓથી ઝુગ્ગીઝોંપડીમાં સડવું પડી રહ્યું છે અને તેમને પણ પોતાના હક્કનું ઘર મળતું નહીં હોવાથી વિકાસ રુંધાઈ ગયો છે.

ચંદ્રશેખર સ્વામીએ જણાવ્યું છે કે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના ધારાવીના કુંભારવાડા વિસ્તારના પૂર્વ નગરસેવક ટી. એમ. જગદીશે તેમને આ વિરોધ પ્રદર્શન બંધ નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. સ્વામીનું કહેવું છે કે આ વિસ્તારમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ લાખો રૂપિયાની લાંચ – રુશ્વત લઈને ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ચંદ્રશેખર સ્વામીએ આ બાબતે શિવાજી પાર્ક પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે અને મુખ્ય પ્રધાન, ઉપ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કમિશ્નર સહિત વરિષ્ઠ નેતાઓ અને પોલીસ અધિકારીઓને પત્ર દ્વારા માહિતગાર કર્યા છે.

ચંદ્રશેખર સ્વામીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર સમીર ભોઈટે, સલીમ ગુજરાતી, દાદા મુશ્કપિક બિહારી, પપ્પૂ ગાયવાલા, સુભાષ રાઠોડ, શૌકત, મકબૂલ વગેરે મળીને ધારાવીના નાઈક નગર, રાજીવ નગર, પ્રેમ નગર, શતાબ્દી નગર વગેરે વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે નવાં બાંધકામો તેમજ બેથી ચાર માળની ઈમારતો ઊભી કરી રહ્યા છે.

ધારાવીના કોળીવાડામાં મોટા પ્રમાણમાં ઈમારતો ગેરકાયદેસર ચણાઈ રહી છે, જેના ફોટોગ્રાફ સહિતના પુરાવા રજૂ કરાયા હોવા છતાં અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે.

આ પણ વાંચો…. Disbursement of SME Loans: એલએન્ડટી ફાઇનાન્સે ગુજરાતમાં 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો