Dhirendra Shastri visit Ambaji

Dhirendra Shastri visit Ambaji: અંબાજીની મુલાકાતે પહોંચ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી, માં અંબે ની કરી આરતી

Dhirendra Shastri visit Ambaji: અંબાજી મંદિર ટ્રસ્ટ નાં પુજારીઓ દ્વારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નું કુંમકુંમ તીલક અને ખેસ પહેરાવી સ્વાગત કરાયુ

અંબાજી, 28 મેઃ Dhirendra Shastri visit Ambaji: બાગેશ્વરધામ સરકાર નાં પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત ની મુલાકાતે છે. ત્યારે પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ધામમાં પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ નાં પુજારીઓ દ્વારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નું કુંમકુંમ તીલક અને ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતુ ને ત્યાર બાદ સૌ પ્રથમ માતાજી ના મંદિર નાં શિખરે ધજા ચઢાવી હતી.

આ પછી ગણપતીજી નાં દર્શન કરી માં અંબે નાં નીજ મંદિર માં દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં બપોર ની રાજભોગ આરતી માં ઉપસ્થિત રહી માતાજી ની પુજા અર્ચન સહીત કપુર આરતી કરી હતી. જ્યાં મંદિર નાં પુજારીએ માથે પાવડી મુકી ચુંદડી ઓઢાડી માતાજી ની આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે અંબાજી મંદિર નાં વહીવટદાર સીધ્ધી વર્માએ પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ને માતાજી ની છબી સ્મૃર્તી ચિન્હ તરીકે અર્પણ કરી હતી ને ત્યાર માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ નાં આશીર્વાદ લીધા હતા.

ખાસ કરી ને જ્યારે ગુજરાત ની મુલાકાતે આવેલાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત ની પ્રજા ને જગાડવાં માટે આવ્યો છુ. ને ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાં સૌ સહયોગ ની અપેક્ષા હોવાનું જણાવ્યુ હતુ. પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ની અંબાજી મુલાકાત દરમીયાન સ્કોન ગૃપ નાં ચેરમેન પ્રવિણભાઇ કોટક પણ જોડાયા હતા.

આ પણ વાંચો… Ahmedabad Rain: અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો