student ambaji

Distribution of boot-socks to tribal students: પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું

Distribution of boot-socks to tribal students: નાની કુંવારસી ગામની પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 24 ડિસેમ્બર:
Distribution of boot-socks to tribal students: બનાસકાંઠા જિલ્લાના પછાત વિસ્તાર એવા દાતા તાલુકામાં નાની કુવારસી શાળાના વિદ્યાર્થીઓને મુકનાયક ગ્રુપના મોભી એવા આયુ. પ્રકાશભાઈ બેંકર સહિત તેમની ટીમ (દિપકભાઈ પરમાર, કિર્તીભાઈ જેવા અન્ય યુવામિત્રો સહિત) દ્વારા આજે છેક અમદાવાદથી આવી દાંતા તાલુકાના ગામડાંમાં બુટ-મોજાંનું વિતરણ કર્યુ.

બાળકોને નવાં નવાં બુટ-મોજા મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યાનું પુરતું કારણ છે.

આ પણ વાંચો:-Guidelines for swaminarayan festival: સ્વામીનારાયણ મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટે ગાઇડલાઈન જાહેર, જાણો…

મુકનાયક ગ્રુપ તરફથી ૧ થી ૫ ધોરણ ભણતા વિદ્યાર્થીઓને સ્કુલના બુટ આપવામાં આવ્યા તેમદ જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી તેમજ યોગેશ ખત્રી તરફથી મોજા આપવામાં આવ્યા.

આ કાર્યમાં સાથ આપનાર એવા પાલનપુર જીવદયા પ્રેમી તરીકે જાણીતા એવા ઠાકોરદાસ ખત્રી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, રેવન્યુ તલાટી જશવંતસિંહ ડાભી, શાળાના શિક્ષક મિત્રો સહિત તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Gujarati banner 01