Guidelines for swaminarayan festival: સ્વામીનારાયણ મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટે ગાઇડલાઈન જાહેર, જાણો…

Guidelines for swaminarayan festival: પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરતા લોકો માટે તેમજ આવતા ભક્તો માટે માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે

ગાંધીનગર, 24 ડિસેમ્બર: Guidelines for swaminarayan festival: વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ભારત તથા ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈને જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા બાદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટે ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરતા લોકો માટે તેમજ આવતા ભક્તો માટે માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બીમાર વ્યક્તિઓને મહોત્સવમાં સ્વૈચ્છિક રીતે ન આવવાની અપીલ તેમજ વિદેશથી આવતા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની ગાઇડલાઈનમાં જણાવવામાં આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની ચોક્કસ રાખવી. વેક્સિનનો ડોઝ લેવાનો બાકી હોય તો વહેલામાં વહેલી તકે વેક્સિનના ડોઝ અને જેમને જરુર હોય તેમણે બુસ્ટર ડોઝ લેવાની પણ સંસ્થા દ્વારા ભલામણ કરવામાં આવી છે.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવતા લોકો માટે ગાઇડલાઈન

  • મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો માટે માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. સાથે જ દર્શને આવતા તમામ લોકોને પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવયું છે.
  • મહોત્સવનો મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે આથી સોશિયલ ડિસ્ટન્સ રાખી મહોત્સવનો લાભ લેવાનું જણાવવામાં આવ્યું છે.
  • એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું અને નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
  • શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનારાઓએ મહોત્સવમાં ન જ આવવું.
  • મોટી ઉંમર અને નાજુક સ્વાસ્થય કે મોર્બીડ લક્ષણ (હાર્ટને લગતી બીમારી,બીપી, ડાયાબિટીસ, કિડની ડિસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું.
  • વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ચોક્કસથી કરાવવો અને તબીબની સલાહ લેવી.
  • મહોત્સવમાં ઠેર-ઠેર સ્વચ્છ ટોયલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, જ્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયાંતર સ્વચ્છ રાખવા.

આ પણ વાંચો: CM bhupendra will inaugurate the longest bridge of gujarat: મુખ્યમંત્રી આવતીકાલે આ શહેરમાં ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું કરશે લોકાર્પણ

Gujarati banner 01