Distribution Of Food Packets

Distribution Of Food Packets: ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ

Distribution Of Food Packets: કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભારે વરસાદ બાદ ૨૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું

જામનગર, 01 જુલાઈઃ Distribution Of Food Packets: ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. આ પરિવારોને ફૂડ પેકેટ આપી મદદરૂપ થવાનું ઉમદાકાર્ય કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓએ કર્યું હતું અને ૨૫૦૦ ફૂડ પેકેટ ત્યાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી વૉર્ડ નંબર ૨ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ તેમજ જાયન્ટ્સ ગ્રૂપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા ભારે વરસાદમાં જામનગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોને મદદરૂપ થવા ૨૫૦૦ ફૂડ પેકેટ રાતોરાત ત્યાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર, મારુતિનગર, ગુલાબનગર અને દરેડ વિગેરે વિસ્તારોમાં ફૂડ પેકેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, કોર્પોરેટર કેતનભાઈ નાખવા, ગોપાલભાઈ સોરઠીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા,પ્રકાશભાઈ બાંભણીયા અને મેરામણભાઈ ભાટુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ ના વિજયભાઈ ઠક્કર, મુકેશભાઈ પાઠક અને હરીશભાઈ ત્રિવેદી,જામનગર ફોટોગ્રાફર એસોસિએશન ના દીપકભાઇ લાખાણી, પંકજભાઈ ભટ્ટ, ચિંતન સોલંકી જયેશભાઈ નાખવા તેજસભાઈ પટેલ, ભરતભાઈ નંદા,લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટના વિમળશા ઉદાણી,કિરીટભાઈ મેહતા,પંકજભાઈ ઠાકર,હિતેશભાઈ સખીયા,કેતનભાઈ શાહ, તેમજ ભારત તિબબત સંઘના ડિમ્પલબેન રાવલ,પાયલબેન શર્મા, પૂર્ણિમાબેન નંદા અને નીતાબેન પરમાર વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો… A big decision for cattle farmers: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો