Donations to Surat Civil Hospital

Donations to Surat Civil Hospital: નવી સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી, તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટનું વિતરણ કરાયું

  • માતાને બાળકો પ્રત્યે પ્રેમ હોવાથી સિવિલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ આપી જન્મદિવસની ઉજવણી કરી: ડો.અનિલભાઇ નાયક

Donations to Surat Civil Hospital: દર્દીઓની સુવિધા માટે સામાજિક કાર્યકર ડો.અનિલભાઇએ નવી સિવિલને ૫ વ્હીલચેર અર્પણ કરી

સુરત, 07 ઓક્ટોબરઃ Donations to Surat Civil Hospital: સમાજમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે. ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સામાજિક કાર્યકર્તા ડો.અનિલભાઇ નાયકના માતા વિદ્યાબેન જયદેવભાઇ નાયકના જન્મ દિન નિમિતે તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ્સનું દાન કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે મૂળ મહેસાણાના સામાજિક કાર્યકર ડો.અનિલભાઇ નાયકએ જણાવ્યુ કે “નાનાપણથી જ માતાએ દાન કરવાનો મહિમા સમજાવ્યો હતો. જેથી દર વર્ષ માતૃના જન્મદિને વિવિધ સ્થળો પર દાન આપી એમના જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ. એમને પહેલાથી જ નાના બાળકો પ્રત્યે અતૃત પ્રેમ, લાગણી હતી.

જેથી મારા મનમાં વિચાર આવ્યો કે એમના જન્મદિવસે તાજા જન્મેલા બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એજ એમના માટે સાચી ગિફ્ટ છે. જેથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા ૮૬ બાળકોને કીટ વિતરણ કર્યું હતું. તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે,“માતા વિદ્યાબેન જગદીશભાઇ નાયકાના જન્મદિવસ નિમિતે સુરત સિવિલ હોસ્પિટલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોની જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાંની કીટ્સનું અર્પણ કર્યું હતું. આવા પ્રસંગો ખરેખર એક શીખ આપે છે, જન્મદિવસ નિમિતે આવા ભગીરથ કાર્ય કરવાથી સાચા જન્મદિવસની ઉજવણી કરી કહેવાય છે.

આ પ્રસંગે નવી સિવિલના આર.એમ.ઓ.ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત નવી સિવિલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો… Vibrant Gujarat-Vibrant Vadodara: વડોદરામાં ૧૦ ઓક્ટોબરના રોજ બાયર્સ-સેલર્સ મિટમાં સાત મોટી કંપનીઓ વેન્ડરોને મળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો