Banner

Vibrant Gujarat-Vibrant Vadodara: વડોદરામાં ૧૦ ઓક્ટોબરના રોજ બાયર્સ-સેલર્સ મિટમાં સાત મોટી કંપનીઓ વેન્ડરોને મળશે

Vibrant Gujarat-Vibrant Vadodara: ડિફેન્સ ઇક્વિપમેન્ટના નિર્માણ માટે ટાટા એરબસ તા.૧૦થી વડોદરામાં વેન્ડરોને મળશે

વડોદરા, 07 ઓક્ટોબરઃ Vibrant Gujarat-Vibrant Vadodara: વડોદરા ખાતે આગામી તા. ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ યોજાવા જઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ સમગ્ર રાજ્યના વેન્ડરો માટે અમૂલ્ય તક લઇને આવ્યો છે. આ કાર્યક્રમમાં સહભાગી બનવા જઇ રહેલી સાત મોટી કંપનીઓ સાથે વેન્ડર્સ મિટનું આયોજન કરવામાં આવ્યું છે. લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારોએ આ તક ચૂકવા જેવી નથી!

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શક્તિ ઠાકોરે જણાવ્યું કે, ઉક્ત તારીખના બે દિવસ દરમિયાન વડોદરા શહેરના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે વેપારીઓ અને ઉદ્યોગકારોને મદદરૂપ થાય એવા સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બાયર- સેલર મિટ ઉદ્યોગો માટે સરકાર અને સ્થાનિક ઉદ્યોગો સાથે જોડાણ, નેટવર્ક તથા ભાગીદારીની સંભાવના માટે આગવી તક પૂરી પાડશે.

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરાની સમાંતર વડોદરા સહિત રાજ્યના ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવા માટે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને આ મિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં કાર્યરત બહુરાષ્ટ્રીય કંપનીઓ સહભાગી બનશે.

વડોદરા જિલ્લામાં કાર્યરત ટાટા એરબસ, સન ફાર્મા, આરઆર કેબલ, એલએન્ડટી, દીપક નાઇટ્રેટ, વર્ડવિઝર્ડ, ટીબીઇએ એનર્જી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમમાં સહભાગી થવાની છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિ. અને એરબસના સંયુક્ત રીતે રૂ. ૨૨ હજાર કરોડના મૂડી રોકાણ સાથે વડોદરામાં બનવા જઇ રહેલા ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે એન્જીનિયરિંગને લગતા અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારોની જરૂર પડવાની છે.

એની સમગ્ર ગુજરાતમાં કાર્યરત આવા વેન્ડરોએ આ તક ઝડપી લેવા જેવી છે. એ જ રીતે કેમિકલના વેન્ડરો માટે સન ફાર્મા, દીપક નાઇટ્રેટ પણ વેન્ડરોને મળવાની છે. એ જ પ્રકારે ટ્રાન્સમિશન અને ટ્રાન્સફોર્મેશન, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક મટિરિલ્સ માટે ટીબીઇએ એનર્જી પણ વેન્ડરો સાથે મુલાકાત કરી પોતાની ખરીદદારીનો વિસ્તાર કરવાની છે.

વર્ડવિઝર્ડ કંપની દ્વારા ઇ-વ્હિકલ, રેડી ટુ ઇટ ફ્રોઝન જેવા ક્ષેત્ર માટેના વેન્ડરોની શોધ આ કાર્યક્રમમાં કરશે. ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરાનો સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો… Loan Provided to Nine Districts Beneficiaries: ઉત્તર-મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન/સહાય અપાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો