Drugs Seized

Drugs Seized in Gujarat: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાયો

  • દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાં રૂ. ૧.૮૦ કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને ૧૦૦થી વધુની ધરપકડ કરાઇઃ હર્ષ સંઘવી
  • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૫,૩૩૮ કરોડનો ૩૨,૫૯૦ કિ.ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડાયોઃ ગૃહ રાજ્યમંત્રી

Drugs Seized in Gujarat: ડ્રગ્સ પકડવાની સાથે સાથે સામાજિક દુષણને રોકવાનો પણ અમારો અપ્રતિમ પ્રયાસ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, 08 ફેબ્રુઆરીઃ Drugs Seized in Gujarat: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ડ્રગ્સ પકડવાની સાથે સાથે ડ્રગ્સ સેવનના સામાજિક દુષણને રોકવાનો પણ અમારો અપ્રતિમ પ્રયાસ છે. ડ્રગ્સ પકડવાની સાથે સાથે આ સામાજિક દૂષણને રોકવાનો પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ રૂા. ૫,૩૩૮ કરોડનો ૩૨,૫૯૦ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. આજે વિધાનસભા ખાતે દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાંથી પકડાયેલ ડ્રગ્સના જથ્થાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે ડ્રગ્સને પકડવા માટે રાજ્યની પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવે છે.

રાજ્ય તથા આંતર રાજ્યમાં ગુજરાત પોલીસે સ્થાનિક પોલીસ સાથે સફળ ઓપરેશનો હાથ ધરીને દેશના યુવાઓને ડ્રગ્સની બદીમાંથી બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે અને તે અભિયાન હાલમાં પણ ચાલુ છે.

મંત્રી સંઘવી ઉમેર્યુ કે, દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા ૧.૮૦ કરોડનો વિવિધ ડ્રગ્સનો જથ્થો પકડીને ૧૦૦થી વધુ લોકોની ઘરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સનું સેવન એક સામાજિક દૂષણ હોવાના કારણે રાજ્ય સરકારે ખાસ કરીને સરહદી જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા અને શૈક્ષણિક નગરી વડોદરામાં ડ્રગ્સ પકડવાના અભિયાનને વધુ તેજ બનાવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ગુજરાત અને ઓડિસા પોલીસે ઓડિસાના બે ભાઈઓ અનિલ અને સુરેશ સામે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી માટે NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને પ્રથમવાર તેમની સંપત્તિ સીઝ કરી છે જે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માટે ચેતવણી સમાન છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું‌.

આ પણ વાંચોઃ Seva Setu Program: બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સેવા સેતુના 7 કાર્યક્રમ યોજાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો