Honor Tablet

Honor Tablet 8 સ્પીકર્સ સાથે લોન્ચ, બેટરી અને ડિસ્પ્લે જેવા ફીચર્સ તમને આકર્ષિત કરશે

Honor Tablet: કંપનીનો દાવો છે કે આ ટેબલેટ માત્ર 126 મિનિટમાં ચાર્જ થઈ જાય છે અને 59 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપે છે

ટેક ડેસ્ક, 23 જુલાઇઃHonor Tablet: Honor બ્રાન્ડે કસ્ટમર માટે તેનું નવું ટેબલેટ લોન્ચ કર્યું છે. મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો આ ટેબમાં 7250 mAhની મજબૂત બેટરી આપવામાં આવી છે જે ડિવાઇસને લાઇવ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ ટેબલેટ માત્ર 126 મિનિટમાં ચાર્જ થઈ જાય છે અને 59 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. આવો અમે તમને Honor Tablet 8 ની કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતવાર માહિતી આપીએ.

ઓનર ટેબ્લેટ 8ફિચર્સ

ડિસ્પ્લે:-

આ ટેબમાં 12-ઇંચની IPS મલ્ટી-ટચ ડિસ્પ્લે છે જે 2000×1200 પિક્સલ રિઝોલ્યુશન ઓફર કરે છે. આઉટડોર લૈજીબિલિટી માટે ડિવાઇસને 350 nits ની બેસ્ટ બ્રાઇટનેસ મળી રહે છ

પ્રોસેસર, રેમ અને સ્ટોરેજઃ-

સ્નેપડ્રેગન 680 ઓક્ટા-કોર ચિપસેટનો ઉપયોગ ઓનર ટેબ્લેટ 8માં સ્પીડ અને મલ્ટીટાસ્કીંગ માટે કરવામાં આવ્યો છે. આ ટેબમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.

આ ફમ વાંચોઃ Pushpa 2 Release Date: દર્શકોની આતુરતાનો આવ્યો અંત, સુપર હિટ ફિલ્મ પુષ્પા-2ની રીલિઝ ડેટની થઇ જાહેરાત

કેમેરા સેટઅપઃ-

આ ટેબમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર છે.

કનેક્ટિવિટીઃ-

બ્લૂટૂથ વર્ઝન 5.1, યુએસબી ટાઈપ-સી પોર્ટ અને વાઈ-ફાઈ જેવા ફીચર્સ ઓનર પેડમાં મળી રહેશે. આ ટેબમાં કસ્ટમરને માઇક્રોફોન અને 8 સ્પીકર મળશે.

બેટરી કેપેસિટીઃ-

આ ટેબમાં 7250 mAh બેટરી આપવામાં આવી છે, જેને ચાર્જ કરવામાં 126 મિનિટનો સમય લાગે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

ઓનર ટેબ્લેટ 8કિંમત: કિંમત જુઓ

આ ટેબ ગોલ્ડ, બ્લુ અને મિન્ટ ગ્રીન એમ ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ Honor ટેબલેટના 4 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 ચીની યુઆન એટલે કે લગભગ 17,700 રૂપિયા છે. પરંતુ પ્રી-સેલમાં તમે આ ટેબને 1399 ચીની યુઆન એટલે કે અંદાજીત રૂપિયા 16 હજાર 500માં ખરીદી શકશો. આ ટેબના વધુ બે વેરિઅન્ટ છે, એક 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ ઓફર કરે છે, આ મોડલની કિંમત 1799 ચીની યુઆન જે અંદાજે 21,250 રૂપિયા છે. તો 8 જીબી રેમ સાથેના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1999 ચીની યુઆન જે અંદાજે રૂ. 23,600 છે.  (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Domino’s Pizza may ban Swiggy and Zomato: ડોમિનોઝ પિઝા સ્વિગી અને ઝોમેટો પર લગાવી શકે છે પ્રતિબંધ

Gujarati banner 01