dwarka bus

છોટીકાશી જામનગર થી 200 પદયાત્રીઓ દ્વારકા(Dwarka) જવા રવાના.

ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી દ્વારકા(Dwarka) ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા રવાના

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૪ માર્ચ:
ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી દ્વારકા(Dwarka) ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા નીકળ્યો હતો જે જામનગર ની દ્વારકા નું 152 કિલોમીટર ની પદયાત્રા ચાલી આગામી હોળી ના દિવસે દ્વારકા પહોંચશે અને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ફૂલડોલ મહોત્સવ ઉજવાશે

Whatsapp Join Banner Guj

ચારધામ પૈકીનું એક ધામ દ્વારકા (Dwarka)જામનગર નજીક હોય અને આગામી હોળી ના દિવસે દ્વારકાધીશ મંદિરે ભગવાનનો ફૂલડોલ મહોત્સવ ઉજવાતો હોય ત્યારે આ મહોત્સવ માં ભારત દેશ અને રાજ્યભરમાંથી કૃષ્ણપ્રેમી ભક્તો ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે દ્વારકા આવે છે આજે સવારે ધર્મનગરી જામનગર ના સમર્પણ ચોકડીથી અંદાજે 200 લોકો નો કૃષ્ણપ્રેમી પદયાત્રી સંઘ પગપાળા ચાલીને ‘જય દ્વારકાધીશ અને હરે ક્રુષ્ણ’ ના નાદ સાથે નાચતા ગાતા દ્વારકા ફૂલડોલ મહોત્સવ માટે નીકળ્યા હતા

જામનગર શહેર અને આહીર સમાજ ના આગેવાનો દ્વારા આ પદયાત્રીઓને ફૂલહાર કરી વાજતે ગાજતે યાત્રા નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ત્યારે જામનગર થી દ્વારકા (Dwarka)સુધી રસ્તામાં આવતા તમામ ગામો માંથી અંદાજે 2000 જેટલા લોકો આ સંઘ માં જોડાઈ અંદાજે 152 કિલોમીટર 5 દિવસ ની પદયાત્રા કરી હોળી ના દિવસે ભગવાન દ્વારકાધીશ ના ધામ પહોંચશે અને ફૂલડોલ મહોત્સવ ઉજવશે

ADVT Dental Titanium

પદયાત્રીઓએ જણાવ્યુ હતું કે ભગવાન દ્વારકાધીશ નું મંદિર હાલ કોરોના ના કારણે ભલે બંધ હોય પણ અમારી શ્રધ્ધા છે ભગવાન દ્વારકાધીશ ની ધ્વજાજી ના દર્શન કરી ઉત્સવ ઉજવીશું અને આ તમામ આયોજન સરકાર ની કોરોના ની ગાઈડલાઇન મુજબ કરવામાં આવ્યું છે તેમજ હાલ કોરોના ના સમય માં ફૂલડોલ ઉત્સવ ની અમારી પરંપરા અખંડ રહે તે હેતુ થી આ આયોજન કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો… વડોદરા જિલ્લામાં પુષ્પકૃષિ: ડભોઇ તાલુકાના નાના ફોફડીયાના ખેતરો રજનીગંધા ની સોડમ થી મઘમઘે છે