Part 4 Africa me Gandhi

“એક વાત મહાત્માની” અંક ૪ : આફ્રિકામાં ગાંધી

Part 4 Africa me Gandhi

 આફ્રિકાનાં નાતાલમાં અંગ્રેજો શેરડી, ચા, કોફીનાં ખેતરોમાં કામ કરવા માટે હબસીઓને રાખતા હતા. પરંતુ મબલખ પાક લેવા માટે તેમને હજારો મજુરોની જરૂર હતી અમે આ કામ માટે ત્યાના હબસીઓની બહુ મહેનત ન કરવાની ટેવ અને ગુલામીનો કાયદો રદ્દ થવાથી હિદી મજુરોની માંગ હિન્દુસ્તાન સરકાર સામે કરી અને  સરકાર માની પણ ખરી અને વર્ષ ૧૮૪૦-૫૦માં પહેલી આગબોટ મજુરો લઈને નાતાલ જવાન નીકળી. પૂરતા નોહતા. હિન્દી મજુરોને નાતાલ મોકલવાનો નિર્ણય અંગ્રેજ સરકારનો અભ્યાસ વગરનો હતો. હિન્દીઓને સગવડો તો ઠીક પણ તેઓના ધર્મનું શું? અને પોતાની નીતિઓનું શું ? એના કોઈ પણ વિચાર વગર મજુરો આફ્રિકા મોકલવામાં આવ્યા. મજુરોને આફ્રિકા મોકલતી આ જ આગબોટમાં સત્યાગ્રહનાં મહાન વટવૃક્ષનું બીજને પણ આફ્રિકા લઇ ગયા.

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ

આ મજુરો એક એગ્રીમેન્ટ હેઠળ આફ્રિકા ગયા હતા જેને “ગીરમિટ” તરીકે ઓળખાય છે અને નાતાલમાં આ મજુરો ગીરમીટયાઓનાં નામથી ઓળખાયા. આ ગીરમીટીયાઓ પાંચ પાંચ વર્ષ બાદ “મુક્ત હિન્દી” કહેવાતા અને ત્યાં સ્થાયી અથવા વેપાર, મજુરી કરી શકે તેવી છૂટ હતી. આગળ ચાલતા ચુંટણીમાં મત આપવાના હક્ક પણ મળતા હતા. ગીરીમિટીયા સિવાય હિન્દી વેપારીઓ પણ હતા જે વર્ષોથી ત્યાં કામગીરી કરી રહ્યા હતા. હિન્દી મજુરો આવવાથી તેમણે ફાયદો થયો. ગાંધીજી ડરબનથી પાછા આવતા પહેલા મિત્રો સાથે એક મેળાવડામાં છાપાઓ પર નજર જતા એક “નાતાલ મરકયુરી” નામના છાપનો ખૂણાનો ફકરો વાંચ્યો. જેમાં લખ્યું હતું કે હિન્દીઓનાં નાતાલમાં ધારાસભામાં સભ્ય ચુંટવાના હક્કને લઇ લેવા     આફ્રિકામાં મહાત્મા ગાંધીજીએ હિન્દી લોકોનાં હક્ક અને અધિકાર માટે લડવું એ નક્કી કર્યું પરતું તેમને સ્વદેશ પાછા જવાનું હોવાથી મને એક મહિનો રોકાવાનું નક્કી કર્યું. પરતું આ હક્ક અને અધિકારની લડાઈ લડવા વીસ વર્ષ આફ્રિકામાં રોકાઈ રહેવું પડ્યું.

મહાત્મા ગાંધી સમાનતાનો અધિકાર અને અંગ્રેજ ગોરાઓ હિંદીઓ સાથે નમ્રતા, વિવેકથી વર્તે માટે એક ઉદાહરણરૂપ દાખલો બેસે કે હિંદીઓ પ્રજાજન છે “માટે સમાનતા” એ તેમનો અધિકાર છે. એ ઉદ્દેશ્યથી લડત ચાલવાનો નિર્ધાર કર્યો હતો. ૧૮૯૬નાં મધ્યે ગાંધીજી પોરબંદર પાછા આવ્યા પરિવારને છ મહિનામાં આફ્રિકા લઇ જવાનો વાયદો આપ્યો. અને એક મહિનો પરિવાર વચ્ચે રોકવાની સાથે પોતે એક પુસ્તક જેમાં આફ્રિકામાં હિંદીઓને પડી રહેલી હાલાકી, હાડમારીની વાતને વર્ણવી. અને તે ચોપનીયાની દસ હજાર જેટલી નકલ છપાવીને છાપો અને આગેવાનો, અગ્રણીઓ, અને  અગ્રેસર મનાતા હિંદીઓને મોકલી. આજ મુદ્દે ગાંધીજી મુંબઈ એક જાહેરસભા બોલાવી જે જબરદસ્ત સફળ રહી. મુંબઈ મુલાકાત દરમિયાન પુનામાં ગાંધીજી બે મહાપુરુષોની સાથે મુલાકત લીધી. જેમાં એક હતા ભારત સેવક સમાજના પ્રમુખ ગોપાલ કૃષ્ણ ગોખલે જે પછીથી ગાંધીજીનાં રાજકીય ગુરુ બન્યા બીજા હતા ભારતના મહાન રાજકીય નેતા લોકમાન્ય ટિળક. આફ્રિકાનાં નાતાલથી સત્વરે આવવાના તારથી પત્ની, બે બાળક, અને વિધવા બહેનના એકના એક પુત્રને લઇને દક્ષિણ આફ્રિકા રવાના થયા.

મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવતા વિરોધને પગલે ગોરાઓએ ડરબનમાં તેમને ઉતારવા નહિ દેવાનો માંગણી કરી હતી. આખરે ૧૩ જાન્યુઆરી ૧૮૯૭માં સ્ટીમરનાં ડોકમાં ઉતારવાની પરવાનગી મળી, નાતાલનાં તોફાન ન થાય એ માટે  ગાંધીજીએ સાંજે જ આગબોટમાંથી ઉતરવું તેવું સંદેશો નાતાલનાં સરકારનાં મુખ્યવકીલ મી.હેરી એસ્કબે એ મોકલ્વ્યો. બાળકો અને પત્ની આગબોટમાંથી ઉતર્યા અને શેઠ રૂસ્તમજીનાં ઘરે પોહાચાડાયા. ગાંધીજી અને દાદા અબ્દુલાનાં કાયદા સલાહકાર મી.લોટન સાથે પગે ચાલતા નીકળ્યા. ગોરાઓનું બહાર તોફાન કરતુ ટોળું વિખરાઈ ગયું હતું પરતું તેમાંથી બે યુવાનીયાઓ ગાંધીજીને ઓળખી ગયા. ધીમે ધીમે ગોરાઓ લોકો ભેગા થતા ગયા અને ગાંધીજી પર હુમલો કરવા ઉતાવળા થઇ રહ્યા હતા. તેમને ગાંધીજીની પાઘડી પડી નાંખી, તેમના પર ઈંડા ફેંકા અને તેમની પર મુક્કા અને લાતોનો ચાલુ થઇ ગઈ. પોલીસેને કોઈ હિન્દી યુવાને જાણ કરી જેથી પોલીસ તેમને રૂસ્તમજીના ઘર સુધી મૂકી ગઈ ગાંધીજીએ પોલીસચોકીમાં મળતો આશરો નકારી કાઢ્યો હતો.

શેઠ  રૂસ્તમજીનાં ઘરે પણ ગોરાઓના “ ગાંધી અમને સોપી દો” ની બુમો સાથે ઘેરો બનાવી બેઠા હતા. છેવટે પોલીસે ગાંધીજીને પોલીસચોકીમાં ત્રણ દિવસ રાખવામ આવ્યા તેમ છતાં વર્ષ ૧૮૯૯થી ૧૯૦૨ સુધી બોઅરનું યુદ્ધ ચાલ્યું તેમાં ગાંધીજીએ ગોરાઓ પ્રત્યે જરા પણ દ્વેષ વગર ઘાયલ થયેલા અંગ્રેજોની મદદ કરવા એક ચોક્કસ ટુકડી બનાવી સેવા કરી હતી. ગાંધીજી જોહાનીસ્બર્ગમાં વકીલાત દરમિયાન પોતાને માનીતી નિરામિષ રેસ્ટોરન્ટનાં માલિક બ્રાઈના મળતી વખતે ત્યાં તેમનો ભેટો હેનરી એસ.એલ.પોલાક નામના યુવક સાથે થયો.અને તેમની મિત્રતા થઇ, ઇન્ડિયન ઓપીનીયન છાપાનાં કામકાજ માટે તેમને ડરબન જવાનું થયું પોલાક તેમને સ્ટેશન સુધી મુકવા ગયા ત્યારે પોલાકે ગાંધીજીને રસ્તામાં વાચવા જોન રસ્કિનનું “અન્ટૂ ધીસ લાસ્ટ” પુસ્તક આપ્યું.જે ગાંધીજીએ જોહાનીસ્બર્ગથી ગાડી ઉપાડતા આખી રાતમાં વાંચી નાખ્યું. જે પુસ્તકે ગાંધીનાં જીવન પર મોટી છાપ છોડી આ પહેલા ગાંધીજીએ કદી પણ જોન રસ્કિનનું પુસ્તક વાચ્યું ન હતું. તેમને નક્કી કરી લઈશું કે આ પુસ્તકમાં દર્શાવેલ આદર્શોને જીવનમાં ઉતારવા છે.  (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો…અંક ૫  :  પ્રથમ જેલયાત્રા

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *