ce8a7aa6 e760 48a8 8e8b c440c08ea379

કુમકુમ મંદિર(Kumkum mandir) દ્વારા અમદાવાદની 610 મી જયંતિની ઉજવણી કરવામાં આવી

Kumkum mandir

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: આજના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ(Kumkum mandir)- મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી અને કોરોના વાયરસ થકી અમદાવાદની પ્રજાનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે આજે અમદાવાદની 610 મી જયંતિ છે. અમદાવાદની સ્થાપના ઈસવીસન ૧૪11 માં થઈ હતી. અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 26 – 26 વખત પધારેલા છે શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌપ્રથમ પોતાનું મંદિર અમદાવાદમાં સ્થાપ્યું હતું.

ea511810 e03f 4b5b 875d 2fb4bfd42a8a

શ્રી સ્વામિનારાયણ ભગવાન ના ચરણકમળો થી કાંકરિયા તળાવ પણ પ્રસાદીનું બનેલું છે. આ કાંકરિયા તળાવ માં આવેલી નગીનાવાડી છે ત્યાં પણ શ્રી સ્વામીનારાયણ ભગવાન અનેક વખત પધારેલા છે અને નગીનાવાડીમાં બેસીને ભગવાનને ત્યાં ધ્યાન કરતા હતા.

આજે પણ સારા વિશ્વની અંદર સૌથી વધારે સત્સંગી સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદમાં વસે છે અને ધૂન ભજન કિર્તન કરી રહ્યા છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમદાવાદનું સ્થાન મુખ્ય રહેલું છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ પણ અમદાવાદમાં રહી મંદિરો સ્થાપી અનેક લોકોને સદાચારમય જીવન જીવતા કર્યા છે. હાલ કુમકુમ મંદિર દ્વારા પણ અમદાવાદ શહેરમાં સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી સૌને શીલ સદાચાર સંસ્કાર ની પ્રેરણા આપતી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj

હાલ કોરોનાવાયરસ ની ઉપાધિથી અમદાવાદની પ્રજાનું રક્ષણ થાય તે માટે ૧૦૦ વર્ષીય કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી અને આપણે સૌ કોઈ પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમદાવાદની પ્રજાનું કોરોના વાયરસથી રક્ષણ થાય અને સાથે સાથે અમદાવાદની પ્રજાનું સ્વાસ્થ્ય ઉત્તમ બને અને અમદાવાદમાં વસતા દરેક યુવાનો નો સર્વાંગી વિકાસ થાય અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો ની જે પરંપરા આપણને મળી છે તે પરંપરા સદાયને માટે અમદાવાદની પ્રજામાં દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી રહે.

આ પણ વાંચો…

શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમ ટેબલ(Exam time table) કર્યું જાહેર, વાંચો કઇ તારીખે ક્યા વિષયની લેવાશે પરીક્ષા