AMC

Experiment of ahmedabad municipality: અમદાવાદ મનપાનો પ્રથમવાર પ્રયોગ: બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા

Experiment of ahmedabad municipality: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા

અમદાવાદ, 21 જાન્યુઆરી: Experiment of ahmedabad municipality: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. બજેટ રજૂ થાય એ પહેલા આજે અને આવતી કાલે બે દિવસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. ઈમે આઈડી થ્રુ ગટર પાણીની સુવિધા, બાગ બગીચા સ્ટ્રીટ લાઈટ સહીતની સુવિધાઓ કેવી ઈચ્છે છે તેને લઈને સૂચનો જારી કરવામાં આવ્યા છે. 2022-23ના બજેટને લઈને સૂચનો મંગાવવામાં આવ્યા છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા છે. કોર્પોરેશનના ઈતિહાસમાં આ પ્રકારે પ્રથમ વખત બન્યું છે. આજે અને આવતીકાલે નાગરિકો સૂચનો મોકલીને કોર્પોરેશનને કેવા પ્રકારની સુવિધાઓ અને કામગીરીની અપેક્ષા રાખે છે તે જણાવી શકશે. જેના આધારે AMC પોતાનું બજેટ તૈયાર કરીને લોકો સમક્ષ રજૂ કરશે.

નાગરિકો તેમના વિસ્તારમાં પાણીની ટાંકી, રોડ, ડ્રેનેજ લાઇન જેવી સુવિધાઓ અંગે સૂચનો મોકલી શકે છે. ઉપરાંત બાગ બગીચા, સ્ટ્રીટ લાઇટ, પુલ, ફૂટપાથ, પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ અને પ્રોજેક્ટ માટે સૂચનો આપી શકે છે. આ સુવિધાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવશે.

લોકો આ સિવાય રસ્તા, ગટર, પાણી અને અન્ય સુવિધાઓ માટે સૂચનો આપી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્રથમ વખતનો પ્રયાસ છે. જેમાં આ સૂચનો મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં રોડ રસ્તા અને ડ્રેનેજ સહીતની અનેક સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી શકે છે. 

આ પણ વાંચો: Bhupendra patel attend B20 inception meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ B20 ઇન્સેપ્શન મીટિંગમાં હાજરી આપશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો