Facebook news service edited

Facebook news service: ફેસબુક પોતાની ન્યૂઝ કન્ટેન્ટ સર્વિસ ફરી શરૂ કરશે, સરકાર અને ફેસબુક વચ્ચે ડીલ થઇ ફાઈનલ

Facebook news service

ટેક ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ ફેસબુક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે ન્યૂઝ કન્ટેન્ટ શેરિંગ(Facebook news service) માટે ચાલી રહેલા વિવાદ પર મંગળવારે પૂર્ણવિરામ લાગ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઓસ્ટ્રેલિયાના નવા કાયદાઓનું પાલન કરવા તૈયાર થયું છે. આ કાયદા માટે ફેસબુક અને સરકાર વચ્ચેનો વિવાદ ગત અઠવાડિયાંથી શરૂ થયો હતો. ત્યારબાદ ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં તેનું પેજ બંધ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને ફેસબુક સામે અડગ રહ્યા હતા. તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ આ વિશે ચર્ચા કરી હતી.

ઓસ્ટ્રેલિયન સરકાર સાથે ડીલ ફાઈનલ થયા બાદ ફેસબુકે તેનાં નિવેદનમાં કહ્યું છે કે, આગામી દિવસોમાં અમે ન્યૂઝ કન્ટેન્ટ(Facebook news service) ધરાવતાં પેજ રી-સ્ટોર કરીશું. હવે તેના પરનો બૅન રહ્યો નથી. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે, ફેસબુક સાથે ડીલ થઈ છે. નવા કાયદાઓ માટે ફેસબુક શરતો માનવા તૈયાર થયું છે.

Whatsapp Join Banner Guj

ફેસબુક ઓસ્ટ્રેલિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિલ એસ્ટને કહ્યું કે, અમે કેટલાક ફેરફાર કર્યા છે. હવે કંપની ઓસ્ટ્રેલિયામાં લોકો અને પત્રકારિતાના હિતમાં ઈન્વેસ્ટમેન્ટ ચાલું રાખશે. આ ડીલ એવી છે કે હવે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓને લોકલ મીડિયાના રિપોર્ટ્સ ઉપયોગ કરવા માટે એક નિશ્ચિત રકમની ચૂકવણી કરવાની રહેશે.

આ છે નવો કાયદો

કોરોનાકાળની શરૂઆતમાં ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ ઘણી કમાણી કરી, પરંતુ મીડિયા હાઉસિસને નુક્સાન થયું હતું. મીડિયા હાઉસિસે કર્મચારીઓને ઘર ભેગા કરવા પડ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન્યૂઝ લિંક શેર કરવા પૈસાની કમાણી કરતા રહ્યા. હવે ઓસ્ટ્રેલિયન સરકારે જે કાયદો બનાવ્યો છે તે પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જો ન્યૂઝ કન્ટેન્ટ શેર કરવા માગે છે તો તે સંબંધિત કંપની સાથે પ્રોફિટ શેર કરવો પડશે. ફેસબુક અને ગૂગલ તેના પર નામંજૂર હતા. અગાઉ તેમણે ઓસ્ટ્રેલિયામાં પોતાની સર્વિસ બંધ કરવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો…

Final result: જાણો, ગુજરાત 6 મહાનગરપાલિકા ચૂંટણીની કુલ 576 બેઠકનું સત્તાવાર પરિણામ