BD mehta school

Farewell to the students: અંબાજી: ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માર્ગદર્શન કરાયું… શુભેચ્છા સાથે વિદાયમાંન કરાઈ

Farewell to the students: અંબાજી ની શ્રી બીડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય માં અભ્યાસ કરતી ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માર્ગદર્શન કરાયું… શુભેચ્છા સાથે વિદાયમાંન કરાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 10 માર્ચ:
Farewell to the students: આગામી 28 માર્ચ થી બોર્ડ ની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પરીક્ષા કાઉન્સલર ની નિમણુંક કરી પરીક્ષાર્થીને માર્ગદર્શન આપવાની કામગીરી હાથ ધરાઈ છે જોકે ગત વર્ષે પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા હતા ત્યારે યાત્રાધામ અંબાજીની શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય માં અભ્યાસ કરતી ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ ચાલુ વર્ષે બોર્ડ ની પરીક્ષા આપવાની છે ત્યારે પરીક્ષા કાઉન્સલર તેમજ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન માટે નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતુ.

જેમાં પરીક્ષાર્થીઓ સુચારુ રૂપ થી અને શાંતિ થી પરીક્ષા આપી શકે તે માટે નું માર્ગદર્શન કરાયું હતું જોકે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ મેળવ્યા બાદ ખુબ ઓછો સમય ઑફલાઇન વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓ પરીક્ષા ને લઈ મુંજવણ અનુભવે નહીં અને સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે ના પ્રશ્નોની પણ આપલે કરાઈ હતી આજે પરીક્ષાલક્ષી કાર્યક્રમ દરમિયાન ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ ને શુભેચ્છા સાથે ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ ને વિદાયમાન કરાઈ હતી.

Farewell to the students: આ પ્રસંગે બ્રમ્હાકુમારીઝ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પરીક્ષાર્થી ઓ ને આશીર્વચન અપાયા હતા આ પસંગે અંબાજી ના સરપંચ ને કેળવણી મંડળ ના પ્રમુખ આર આર અગ્રવાલ પરીક્ષા કાઉન્સલર ડો. રાકેશ પ્રજાપતિ ,આચાર્યા મયુરીબેન પટેલ , ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ સહીત અનેક મહાનુભાવો ને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોCrude oil price: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે ક્રૂડ ઓઇલના ભાવમાં નોધાયો ઘટાડો, વાંચો વિગતે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.