farmer trainning

Farmer training: બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ

Farmer training: ઓલપાડ તાલુકામાં આંધી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ

સુરત, 23 ડિસેમ્બર: Farmer training: ઓલપાડ તાલુકામાં આંધી ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત દ્વારા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં મદદનીશ બાગાયત નિયામક-(સુરત) ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા તેના મૂલ્યવર્ધન ઉપર માર્ગદર્શન તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. તાલીમ દરમિયાન જીવામૃત બનાવાવાની તાલીમ અપાઈ હતી. બાગાયત અધિકારી-(કામરેજ) જે.બી.લાઠિયા દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
તાલીમમાં કિરીટભાઇ પટેલ, રામચંદ્રભાઇ પટેલ, મનહરભાઇ લાડ, બ્રિજેશભાઇ પટેલ દ્વારા તેઓના પ્રાકૃતિક ખેતીના દરેક આયમો અંગે વિસ્તૃત માહિતી આપી પોતાના અનુભવોની તથા બાગાયતી પાકોમાં સફળ પ્રાકૃતિક ખેતી વિષે ચર્ચા કરી હતી. ઓલપાડ તાલુકાના પ્રાકૃતિક ખેતીના તાલુકાના સંયોજક દ્વારા તાલીમમાં તાલીમ સ્થળ ઉપર જીવામૃત બનાવાવાની રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી. તેમજ સદર તાલીમમાં બાગાયતી ખેતીમાં ઉપયોગી વિવિધ સાધનોનો ડેમો આપવામાં આવ્યો હતો.
તાલીમમાં બાગાયત અધિકારી-(ઓલપાડ) નિરવભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Sabarmati Express Train Cancelled: સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો