kisan andolan bharat band edited

પટિયાલામાં ખેડૂતોએ રોક્યું ફિલ્મ ગુડલક જેરીનું શુટિંગ, કહ્યું કાયદા પરત નહિ લેવાય ત્યાં સુધી નહિ થઇ શકે કોઇ શુટિંગ

kisan andolan bharat band edited

બોલિવુડ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ પંજાબમાં પટિયાલાને લઇ ચાલી રહેલ મળતી સ્ટારર બૉલીવુડ ફિલ્મ ગુડલક જેરી નું શુટિંગ સ્થાનીય લોકોએ રોકવામાં આવ્યું છે. આ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદા રદ નહિ થાય ત્યાં સુધી પંજાબમાં શુટિંગ નહિ થાય. આ ફિલ્મની અભિનેત્રી જાહન્વી કપૂર, દિપક ડોબરિયાલ, મીતા વરિષ્ઠ, નીરજ સુદ અને સુશાંત સિંહ લીડમાં છે. અભિનેતા સલમાન ખાન પણ આ ફિલ્મની શુટિંગ માટે આવતા અઠવાડીએ પટિયાલા પહોંચવાના છે.

Whatsapp Join Banner Guj

સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પટિયાલામાં જયારે બૉલીવુડ ફિલ્મ ગુડલક જેરીની શુટિંગ ચાલી રહી હતી, ફિલ્મની શુટિંગની જાણકારી જેમ ખેડૂતોને થઇ તેઓ ત્યાં પહોંચી ગયા અને શુટિંગ બંધ કરાવી બબાલ કરવા લાગ્યા. આ દરમિયાન અભિનેત્રી જાણવી કપૂર પણ ત્યાં હાજર હતી. ટીમના સભ્યોએ ખેડૂતો સાથે વાતચીત પણ કરી, અને પ્રદર્શનકારીઓને સમજાવવાની કોશિશ પણ કરી, પરંતુ પ્રદર્શનકારીઓ શુટિંગ રોકવાની વાત પર અડ્યા રહ્યા.

GEL ADVT Banner

આખરે લાંબા ગતિરોધ બાદ જ્યારે પ્રદર્શન કારીઓ સહમત ન થયા તો ફિલ્મ ક્રૂને પરત હોટલમાં ફરવું પડ્યું. થોડી વાર બાદ ઘણા ખેડૂતો ત્યાં પહોંચી ગયા અને નારેબાજી કરી. સ્થળ પર પોલીસે તેમને સમજાવ્યા તો તેઓ પાછા ફર્યા. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદાઓ જ્યાં સુધી રદ્દ નહીં થાય ત્યાં સુધી પંજાબમાં ફિલ્મની શુટીંગ નહીં કરાવી શકાય. જ્યારે પોલિસે તેમને વિશ્વાસ આપ્યો કે શુટિંગ પૂરી રીતે બંધ થશે. ત્યારે તેઓ શાંત થયા.

આ પણ વાંચો…

Father and son shot dead વિવાદઃ ઘરમાં બકરી ઘૂસી જવા પર બે જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત