Festival ST Bus Service 1

Festival ST Bus Service: દિવાળીના તહેવારો અને વેકેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડવાની શક્યતાઓ

Festival ST Bus Service: અંબાજી એસટી ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસો નું સંચાલન થશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: Festival ST Bus Service: કોરોના ની બીજી લહેર બાદ હાલ કોરોના ની પરિસ્થિતિ કેટલાક અંશે કંટ્રોલ માં હોવાથી સરકારે પણ પ્રવાસીઓ ની મુસાફરી ને લઈ કેટલીક છૂટછાટો આપી છે છેલ્લા દોઢ એક વર્ષ થી કોરોના ની મહામારી ના કારણે સતત ઘરમાં પુરાઈ રહેલા લોકો સરકાર ની છૂટછાટ મળતા ચાલુ વર્ષે દિવાળી ના તહેવારો અને વેકેશન માં મોટી સંખ્યા માં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળો એ ઉમટી પાડવાની શક્યતાઓ ને લઈ અંબાજી એસટી બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ એસટી બસો નું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે

Festival ST Bus Service

Festival ST Bus Service: ગુજરાતીઓ નું મીની કાશમીર ગણાતા માઉન્ટ આબુ માં સતત ઘસારા ને પહોંચી વળવા અંબાજી થી માઉન્ટ આબુ માટે ની વધુ 16 ટ્રીપો નું સંચાલન કરશે જે અંબાજી થી સવારે 5 વાગ્યા થી લઈ માઉન્ટ આબુ જવા માટે છેલ્લી બસ રાત્રી ના 8 વાગ્યા સુધી મળી રહેશે જયારે માઉન્ટ આબુ થી ગુજરાત આવવા માટે સવારે 6 કલાક થી રાત્રી ના 9.30 કલાક સુધી એસટી બસો મળી રહેશે.

આ પણ વાંચો: BJP Support samir vankhede: કાંદિવલીમાં સમીર વાનખેડેના સમર્થનમાં BJP દ્વારા સહી ઝુંબેશ; જાણો વિગત

અમદાવાદ માટે વધારા ની 8 એસટી બસો નું સંચાલન કરશે જેમાં બે એસટી બસો માં ઓનલાઇન બુકીંગ પણ કરી શકાશે જયારે અન્ય સ્થળો ના વિવિધ બસ એસટી ડેપો સુધી પહોંચવા વધારા ની 15 એસટી બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે જે દીવાલી પર્વ ને વેકેશન માં સતત મુસાફરો ની અવરજવર માટે વધારા ના 39ટ્રીપ નું સંચાલન અંબાજી બસ સ્ટેશન થી થશે તેમ અંબાજી એસટી ડેપો મેનેજર કલ્પેશભાઈ પટેલે જણાવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj